બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / કેમ સચિન તેંડુલકરને અધવચ્ચે જ પોલીસે અટકાવ્યા, કરાઇ પૂછપરછ, કારણ ચોંકાવનારું
Last Updated: 03:20 PM, 19 June 2025
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચોની શ્રેણીની પહેલી મેચ 20 જૂનથી લીડ્સના હેડિંગ્લી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમે અત્યાર સુધી લીડ્સમાં 7 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી 4 હારી છે, 2 જીતેલી છે અને 1 મેચ અનિર્ણિત રહી છે. જે ક્રિકેટના ચાહકો છે તેમને સચિન તેંડુલકર સાથે જોડાયેલી એક જૂની અને રસપ્રદ ઘટના યાદ આવી છે. આ ઘટના સચિને પોતે એક વીડિયોમાં શેર કરી છે, જે લગભગ 1992ની છે, જ્યારે તે યોર્કશાયર માટે કાઉન્ટી ક્રિકેટ રમતો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
સચિને એક વીડિયોમાં આ રસપ્રદ ઘટના વર્ણવી હતી. તેણે જણાવ્યું હતું કે જ્યારે તે યોર્કશાયર ક્લબનો ભાગ હતો, ત્યારે તે મેચ રમવા માટે ન્યૂકેસલ ગયો હતો. મેચ પછી, તે રાત્રે ન્યૂકેસલથી લીડ્સ પરત ફરી રહ્યો હતો, ત્યારે તેનો સાથી ખેલાડી જતીન પરાંજપે પણ તેની સાથે હતો. તે સમયે સચિનને યોર્કશાયર ક્લબ દ્વારા એક કાર આપવામાં આવી હતી, તે તે કારમાં આવી રહ્યો હતો.
ADVERTISEMENT
તે સમયે રસ્તાઓ પર કામ ચાલી રહ્યું હતું જેના કારણે ગતિ મર્યાદા 50-55 માઇલ પ્રતિ કલાક રાખવામાં આવી હતી. મોડી રાત હોવાના કારણે સચિન તેંડુલકરેએ એક પોલીસ અધિકારીની કાર પાછળ જતા હતા. જેથી સુરક્ષિત રીતે રસ્તો પાર થઈ શકે. થોડા સમય પછી, પોલીસ અધિકારીએ તેમને હાથના સંકેત કર્યા, પણ સચિને એ સંકેત સમજ્યા નહીં અને કારની હેડલાઇટ વધુ તેજ કરી દીધી.
ADVERTISEMENT
આ પણ વાંચો : ભારત પહેલી ટેસ્ટ જીતશે તો ગિલ રચશે ઈતિહાસ, ધોની-કોહલી નથી કરી શક્યા આ કારનામું
ADVERTISEMENT
ત્યારબાદ પોલીસ અધિકારીએ કાર રોકાવીને સચિન તેંડુલકરની પૂછપરછ શરૂ કરી. તેમણે સચિન તેંડુલકરેને કહ્યું કે ગતિ મર્યાદા 50 માઇલ પ્રતિ કલાક છે અને તમે 60 માઇલ પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવી રહ્યા છો. સચિને સમજાવ્યું કે તે પોલિસ અધિકારીની વાન પાછળ જઈ રહ્યી હતી અને તેની ઝડપ વધારે હતી જેથી પોતે પણ થોડી વધુ ઝડપથી કાર ચાલાવી હતી. જ્યારે પોલીસ અધિકારીએ સચિન તેંડુલકરની કાર પર યોર્કશાયર ક્રિકેટ ક્લબનો લોગો જોયો, ત્યારે પૂછ્યું કે શું તમે યોર્કશાયરનો પ્રથમ વિદેશી ખેલાડી છો? સચિન તેંડુલકરેએ હા પાડી. આ જાણીને પોલીસ અધિકારીએ અંતમાં તેમને માત્ર ચેતવણી આપી અને છોડી દીધા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.