બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ચાહકોની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું, કમબેક મેચમાં સુપર ફ્લોપ રહ્યો આ ખેલાડી
Last Updated: 03:38 PM, 24 June 2025
ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે લીડ્સમાં રમાતા પહેલાના ટેસ્ટ મેચમાં કરુણ નાયરને ભારતની પ્લેઇંગ XI માં સ્થાન મળ્યું હતું. લગભગ આઠ વર્ષ પછી નાયરે ભારતીય ટીમમાં કમબેક કર્યું. પણ કોમબેક મેચમાં કરૂણ નાયરે ખાસ પરફોર્મન્સ કર્યું નહીં. ઘરેલુ ક્રિકેટમાં જે રીતે તેઓ રન કરી રહ્યા હતા, એ જોઈને ઘણી આશાઓ બંધાઈ હતી. પણ લીડ્સ ટેસ્ટની બંને ઈનિંગ્સમાં તેઓ ફેલ થયા.
ADVERTISEMENT
બંને ઈનિંગ્સમાં કરૂણ નાયર પાસેથી કોઈ રન નથી
લીડ્સ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં કરુણ નાયર એક પણ રન કર્યા વગર પેવેલિયન પર પરત આવ્યા. બીજી ઈનિંગમાં તેમણે 54 બોલમાં ત્રણ ફોર સાથે માત્ર 20 રન બનાવ્યા. ત્યાં ક્રિસ વોક્સ એ તેમને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. જોકે, એ નિશ્ચિત છે કે માત્ર એક ટેસ્ટ પરફોર્મન્સના આધારે તેમને પ્લેઇંગ 11 માંથી બહાર નહીં રાખવામાં આવે.
ADVERTISEMENT
કરુણ નાયરને લાંબા ગાળામાં ટેસ્ટ ટીમમાં ટકી રહેવા માટે બાકી મેચોમાં સારી ઈનિંગ્સ રમવી પડશે. હવે જોવું રહ્યું કે બાકી રહેલી ટેસ્ટોમાં નાયર કેવી રજૂઆત કરે છે.
Karun Nair's long absence set a new record 😮 pic.twitter.com/9WVFt6Nsqo
— ESPNcricinfo (@ESPNcricinfo) June 21, 2025
ADVERTISEMENT
ટેસ્ટમાં ત્રિપલ સેનચ્યુરી લગાવી ચૂક્યા છે કરુણ નાયર
કરુણ નાયર એ ભારતીય ટીમ માટે 2016માં ટેસ્ટમાં ડેબ્યૂ કર્યો. તે આજ સુધી ભારત માટે 7 ટેસ્ટ રમ્યા, જેમાંથી 394 રન બનાવ્યા. તેમણે એક ત્રિપલ સેન્ચ્યુરી પણ ફટકારી છે. એ ત્રિપલ સેન્ચ્યુરી પણ ઇંગ્લેન્ડ સામે આવી હતી. પરંતુ એ સુપર ઇનિંગ બાદ પણ તેમને ટીમથી બહાર કરી દીધા હતાં. તેઓ ટીમ ઇન્ડિયાનાં બે ODI માં પણ રમ્યા, જેમાં કુલ 46 રન બનાવ્યા.
ADVERTISEMENT
વધુ વાંચો : અમ્પાયર સાથે વિવાદ રિષભ પંતને ભારે પડ્યો, જુઓ ICCએ શું સજા ફટકારી
ઘરેલું ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં નાયરના રનનો આંકડો ખુબ જ સારો છે. તેમણે 116 ફર્સ્ટ-ક્લાસ મેચમાં 49.82ની સરેરાશથી 8470 રન બનાવ્યા છે. આ સમયગાળામાં 36 અર્ધશતક અને 24 શતક ફટકાર્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.