બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / Video: PBKSને હરાવ્યા બાદ કોહલીએ કરી એવી ચોંકાવનારી હરકત, કે વીડિયો વાયરલ
Last Updated: 11:21 AM, 21 April 2025
IPL 2025 માં 20 એપ્રિલ ના રોજ પહેલી મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુલ્લાંપુર સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં RCB એ 7 વિકેટથી જબરદસ્ત જીત મેળવી હતી. બેંગલુરુની આ જીતમાં વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલનું મહત્વનું યોગદાન રહ્યું. બંનેએ આ મેચમાં અર્ધશતકીય ઇનિંગ રમી, જેના કારણે RCB એ 158 રનના ટાર્ગેટને ખૂબ સરળતાથી અર્ચિવ કર્યો હતો.
ADVERTISEMENT
પંજાબ કિંગ્સ વિરુદ્ધ જીત બાદ RCB નો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી ખૂબ આક્રમક અંદાજમાં જશ્ન મનાવતો દેખાયો. મેચ જીત્યા બાદ તેને જે રીતે સેલિબ્રેશન કર્યું તેને જોઈને એવું લાગતું હતું કે તે પોતાના આ સેલિબ્રેશનથી કેપ્ટ્ન શ્રેયસ અય્યરને ચિડાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
In the 1st pic Rohit was doing the mimicry of Iyer after his hundred and in the video Kohli was celebrating in front of Iyer,but when Iyer got angry he tried to convert that to fun. Even if Kohli was doing it for fun,he should realise that it feels bad to digest a loss as captain pic.twitter.com/VVAwIqTBSw
— Tapan Chandrachud Malik (@Chandrachud57) April 20, 2025
ADVERTISEMENT
વિરાટ કોહલીએ અલગ અંદાજમાં મનાવ્યો જીતનો જશ્ન
હકીકતમાં જીતેશ શર્માએ RCB ની ઇનિંગમાં 19મી ઓવરના પાંચમા બોલ પર છક્કો ફટકારીને ટીમને જીતાડી હતી. છક્કો લગાવ્યા બાદ વિરાટ કોહલીએ શ્રેયસ અય્યર સામે જોઈને જોશીલા અંદાજમાં સેલિબ્રેશન કર્યું. તે લાંબા સમય સુધી સેલિબ્રેટ કરતો રહ્યો. જોકે શ્રેયસ અય્યરને કદાચ તેનું આ વર્તન ન ગમ્યું અને તે કોહલીની આ હરકતથી નરાજ દેખાયો. આ દરમિયાન કોહલી તેની જઈને હસતો પણ દેખાયો અને મેચ બાદ આને લઈને બંને વચ્ચે થોડી વાર ચર્ચા પણ થઈ.
Virat Kohli aggressive reaction after winning short! Shreyas Iyer angry on Virat…. #PBKSvsRCB #RCBvPBKS #ViratKohli𓃵 #ShreyasIyer #RoyalChallengersBengaluru #PunjabKings #rcb #pbksvrcb pic.twitter.com/D9cI8e01AQ
— Jbccricket (@jbccricket) April 20, 2025
વધુ વાંચો: Video: 17 વર્ષીય બેટ્સમેન આયુષ મ્હાત્રેની તોફાની બેટિંગ જોઇ સ્ટેડિયમમાં જ રડી પડ્યો આ યંગ બૉય
વિરાટ કોહલીએ રમી મેચ વિનિંગ ઇનિંગ
158 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી RCB ની શરૂઆત સારી ન રહી. જ્યારે પહેલી જ ઓવરમાં ફીલ સાલ્ટ અર્શદીપ સિંહના હાથે પાવેલીયન ગયો ત્યારે બેંગલુરુને પહેલો ઝટકો લાગ્યો. અહીંથી વિરાટ કોહલી અને દેવદત્ત પડીક્કલે ઇનિંગ સંભાળી. બંને વચ્ચે બીજી વિકેટ માટે 103 રનની શાનદાર ભાગીદારી થઈ, જેને RCB ની જીત પાક્કી કરી દીધી. દેવદત્તે ૩૫ બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 61 રનની ઇનિંગ રમી. જ્યારે વિરાટ કોહલીએ 54 બોલમાં 73 રનની અણનમ ઇનિંગ રમી, જેમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે, વિરાટની IPL ના કરિયરમાં આ 59મી અડધી સદી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.