બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / MS ધોનીની ટીમમાં 'બેબી એબી ડી વિલિયર્સ'ની એન્ટ્રી, CSKએ આટલા કરોડમાં ખરીદ્યો

IPL 2025 / MS ધોનીની ટીમમાં 'બેબી એબી ડી વિલિયર્સ'ની એન્ટ્રી, CSKએ આટલા કરોડમાં ખરીદ્યો

Last Updated: 05:58 PM, 18 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dewald Brevis CSK IPL 2025: CSK એ IPL 2025 માં બાકીની મેચો માટે ગુરજપનિત સિંહની જગ્યાએ સાઉથ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવીસ સાથે કરાર કર્યો છે. ડેવાલ્ડ બ્રેવીસ 81 T20 મેચ રમ્યો છે અને 162ના હાઈએસ્ટ સ્કોર સાથે 1787 રન બનાવ્યા છે.

મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ IPL 2025 માં બાકીની મેચો માટે ગુરજપનિત સિંહની જગ્યાએ સાઉથ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવીસ સાથે કરાર કર્યો છે. ડેવાલ્ડ બ્રેવીસ 81 T20 મેચ રમ્યો છે અને 162ના હાઈએસ્ટ સ્કોર સાથે 1787 રન બનાવ્યા છે.  

તેને 2023માં સાઉથ આફ્રિકા માટે T20 ડેબ્યૂ કરી અને અત્યાર સુધીમાં 2 T20 મેચ રમી છે. બ્રેવીસ પહેલા મુંબઈ ઈંડિયંસનો(MI) નો ભાગ હતો, જ્યાં તેને 10 મેચ રમી હતી. તે 2.2 કરોડ રૂપિયાની કિંમતે CSKમાં સામેલ થયો છે. સાઉથ આફ્રીકી ટીમથી રમાનાર ડેવાલ્ડ ક્રિકેટની દુનિયામાં 'બેબી એબી ડીવિલિયર્સ' ના નામથી ફેમસ છે.  

21 વર્ષનો ડેવાલ્ડ બ્રેવીસ આખી દુનિયામાં ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમતો રહે છે. તે જમોડી બેટ્સમેન છે અને લેગ બ્રેક બોલર છે. ફાસ્ટ બોલર ગુજરપનિત સિંહ પહેલા ઋતુરાજ ગાયકવાડ ઇજાના કારણે IPLથી બહાર થયો હતો ત્યારે CSK ને મોટો ઝટકો લાગ્યો હતો. આ જ કારણે મહેન્દ્રસિંહ ધોનીને IPLની સિઝનમાં કેપ્ટનશિપ કરવી પડી.  

ડેવાલ્ડના ટીમમાં આવવાથી ચેન્નઈની ટીમને બેટિંગમાં ઊંડાઈ મળી શકે છે. કેમ કે આ ટીમ આ સિઝનમાં પોતાની બેટિંગના કારણે પોઇન્ટ્સ ટેબલમાં સૌથી નીચે છે. ચેન્નઈએ અત્યાર સુધી કુલ 7 મુકાબલા રમ્યા છે. જેમાંથી માત્ર 2 જીતી અને 5 માં હારનો સામનો કરવો પડ્યો છે.

વધુ વાંચો : પ્રીતિ ઝિન્ટાએ ચહલ માટે લખી એવી પોસ્ટ કે, લોકોએ કોમેન્ટ્સનો મારો ચલાવ્યો

એવામાં હવે એ જોવાનું રહેશે કે ડેવાલ્ડ ટીમમાં આવવાથી ચેન્નઈની ટીમને કેવી રીતે મદદ મળશે. ત્યારે ડેવાલ્ડે ચેન્નઈની ટીમમાં સામેલ થવા પર ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી, જે ખૂબ વાયરલ થઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dewald Brevis Sports News CSK
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ