બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / ટેસ્ટમાં કોહલી પછી નંબર-4 પર આ ખેલાડી છે શ્રેષ્ઠ?, પૂજારાએ આપ્યું મોટું નિવેદન
Last Updated: 07:57 AM, 14 May 2025
સિનિયર ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાનું માનવું છે કે વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ બાદ ટીમ ઇન્ડિયાને નંબર 4 ની જગ્યા નક્કી કરવા માટે થોડો સમય અને અમુક સીરિઝ લાગી શકે છે. પૂજારાએ કહ્યું કે આ બેટિંગ ક્રમમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે અને અહીં કોઈ એવા બેટ્સમેનની જરૂરી છે જે સતત સારું પ્રદર્શન કરી શકે.
ADVERTISEMENT
કોહલીએ સોમવારે (12 મે) સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પોતાની ટેસ્ટ કરિયરને વિદાય આપી. નવેમ્બર 2013 માં સચિન તેંડુલકરની રિટાયરમેન્ટ પછી તે ભારતીય ટેસ્ટ ટીમમાં નંબર 4 પર મુખ્ય બેટ્સમેન બન્યો અને 99 મેચોમાં આ સ્થાન પર બેટિંગ કરી.
ADVERTISEMENT
શું કહ્યું ચેતેશ્વર પૂજરાએ
ચેતેશ્વર પૂજારાએ કહ્યું, 'અમને એ નક્કી કરવા માટે અમુક સીરિઝ લાગશે કે નંબર 4 પર બેટિંગ કરવા માટે સૌથી યોગ્ય ખેલાડી કોણ છે, કેમ કે આ એક મહત્વનું સ્થાન છે. તમારે પોતાની ટીમનો સર્વશ્રેષ્ઠ સૌથી બેસ્ટ બેટ્સમેન આ ક્રમ પર જોઈએ. આ સમયે મને લાગે છે કે ટીમ મેનેજમેન્ટને એ નક્કી કરવાનું રહેશે કે કોણ સૌથી યોગ્ય છે.'
ભારતની આગમી ટેસ્ટ સીરિઝ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ હશે, જે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2025-27 ના નવા ચક્રની શરૂઆત પણ કરશે. આ સીરિઝમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને વિના ભારત મેદાન પર ઉતરશે. 2024 માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલુ સીરિઝ દરમિયાન ભારતે કોહલીની ગેરહાજરીમાં નંબર 4 પર ચાર અલગ-અલગ બેટ્સમેન ટ્રાય કર્યા હતા. તેને કહ્યું કે ઈંગ્લેન્ડની સીરિઝ આ પોઝિશન માટે કોઈ બેટ્સમેનને નક્કી કરવાનો સૌથી સારો મોકો હોઇ શકે છે.
પૂજારાએ વધુમાં કહ્યું કે અત્યારે ઘણા ખેલાડી ટીમમાં પોતાની જગ્યા બનાવી રહ્યા છે અને કોઈ પણ સંપૂર્ણ રીતે સેટ નથી. આ એક પ્રોસેસ છે જેમાં સમય લાગશે. જે ખેલાડી ઈંગ્લેન્ડમાં સારું પ્રદર્શન કરશે, તે નંબર 4 ની જગ્યાનો મજબૂત દાવેદાર બની શકે છે.
ગિલના સવાલ પર શું બોલ્યો પૂજારા
પૂજારાએ સ્વીકાર્યું કે શુભમન ગિલને નંબર 4 માટે વિકલ્પ તરીકે ગણી શકાય, પરંતુ એમ પણ કહ્યું કે ગિલને નવા બોલ સામે રમવાનું પસંદ છે. તેમણે કહ્યું, 'તે (ગિલ) એક વિકલ્પ હોઈ શકે છે, પરંતુ અત્યારે તે નંબર 3 પર બેટિંગ કરી રહ્યો છે. પ્રશ્ન એ છે કે, શું તે પોતાનું સ્થાન બદલવા માંગશે? શુભમન એક એવો ખેલાડી છે જે નવા બોલ સામે વધુ સારું રમે છે. પહેલા તે ઓપનિંગ કરતો હતો, અને હવે તે નંબર 3 પર છે. શું તે જૂના બોલ સાથે પણ આવું જ પ્રદર્શન કરી શકશે? આ જ અત્યારે મોટો પ્રશ્ન છે."
વધુ વાંચો: ધર્મશાળામાં રદ થયેલી પંજાબ-દિલ્હીની મેચ ફરી રમાશે? BCCIએ આપ્યું મોટું અપડેટ
પૂજારાએ એમ પણ કહ્યું કે શુભમન ગિલ ટોપ ઓર્ડરમાં વધુ સારી રીતે ફિટ બેસે છે, પરંતુ જો તે ઈંગ્લેન્ડ પ્રવાસમાં નંબર 4 પર સફળ થાય છે, તો તે લાંબા સમય સુધી તે સ્થાન ભરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT