બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / IPLની બાકી મેચો માટે નવો નિયમ લાગુ, ભારત-પાક તણાવ વચ્ચે BCCIનો મોટો નિર્ણય

IPL 2025 / IPLની બાકી મેચો માટે નવો નિયમ લાગુ, ભારત-પાક તણાવ વચ્ચે BCCIનો મોટો નિર્ણય

Last Updated: 07:50 PM, 14 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2025 સીઝનના છેલ્લાં તબક્કા માટે ટેમ્પરરી રિપ્લેસમેન્ટની મંજૂરી મળી ગઈ છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ ટેમ્પરેરી રિપ્લેસમેન્ટ ખેલાડી આગામી સિઝન માટે રિટેન્શન માટે યોગ્ય નહીં ગણાય. જાણો IPLની બાકી મેચો માટે લાગુ કરાયેલ નવો નિયમ.

શનિવારથી ફરી શરૂ થશે IPL સિઝન

આઈપીએલ સીઝન હવે ફરીથી શનિવાર, 17 મે થી શરૂ થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવના કારણે મેચ અટકાવી દેવામાં આવી હતી. નવી તારીખો આવી ગઈ છે, પણ કેટલીક ટીમોના ખેલાડીઓના શેડ્યૂલ સાથે ટકરાવ થતાં કેટલાક ખેલાડીઓએ ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. જેમ કે દિલ્હી કેપિટલ્સના જેક ફ્રેઝર મેકગર્ક અને ચેન્નાઈ સુપર કિંગ્સના જેમી ઓવરટોન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે.

IPL માં આવ્યો રિપ્લેસમેન્ટનો નવો નિયમ

હાલ સુધીના નિયમ મુજબ, કોઈ ખેલાડી બીમાર થાય કે ઇજાગ્રસ્ત થાય ત્યારે જ ટીમ રિપ્લેસમેન્ટ લઈ શકતી હતી – એ પણ સીઝનના 12મા મેચ સુધી. પણ હવે આ નિયમમાં ફેરફાર થયો છે. હવે લીગના બાકી રહેલા તમામ મેચમાં ટીમો ટેમ્પરેરી રિપ્લેસમેન્ટ લઈ શકે છે.

સાથે જ IPLએ સ્પષ્ટ કર્યું છે કે જે પણ ખેલાડીઓ લીગના સસ્પેન્શન પછી ટેમ્પરેરી રીતે ટીમમાં સામેલ થશે, તેમને આગામી સિઝનમાં રિટેન નહિ કરી શકાય. આવા ખેલાડીઓને IPL 2026માં ફરીથી રજીસ્ટ્રેશન કરવું પડશે.

નિયમ લાગુ કરવાનું કારણ

IPLમાં આ નિયમ તે કારણે લાવવામાં આવ્યો છે કે કોઈ ટીમ નિલામીની પ્રક્રિયાને ટાળવા માટે જુસ્સાપૂર્વક ટેમ્પરેરી ખેલાડીઓને લાંબા ગાળે રાખી ન શકે.

લીગ ઓફિશિયલ નોટમાં દરેક ફ્રેન્ચાઇઝીઓને કહ્યું છે કે તેમણે રિપ્લેસમેન્ટના નિયમોની પુનઃ સમીક્ષા કરી છે. જો કોઈ વિદેશી ખેલાડી પોતાની રાષ્ટ્રીય ટીમની જવાબદારી, વ્યક્તિગત કારણો કે ઇજા અથવા બીમારીના કારણે ઉપલબ્ધ ન હોય, તો ટીમ ટૂર્નામેન્ટના બાકીના મેચ માટે ટેમ્પરેરી રિપ્લેસમેન્ટ લઈ શકે છે. પણ શરત એવી છે કે આવા ખેલાડીઓને હવે રિટેન નહિ કરી શકાય.

વધુ વાંચો : ટેસ્ટમાંથી નિવૃત્તિ બાદ વિરાટ અને રોહિતના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ બદલાઈ જશે? જાણો પગાર ઘટશે કે નહીં

જેઓ રિટેન થઈ શકશે તે ખેલાડીઓ કોણ?

IPLએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે લીગના સસ્પેન્શન પહેલાં જે રિપ્લેસમેન્ટ સાઇન થયા છે, તેઓને રિટેન કરી શકાય છે. સસ્પેન્શનથી 48 કલાક પહેલાં ચાર ખેલાડીઓને રિપ્લેસમેન્ટ તરીકે ટીમોએ સાઇન કર્યા હતા:

  • સેદીકુલ્લાહ અટલ (દિલ્હી કેપિટલ્સ)
  • મયંક અગ્રવાલ (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ)
  • લુહાન ડિપ્રીટોરિયસ અને નાન્દ્રે બર્ગર (બંને રાજસ્થાન રોયલ્સ)
  • આ ખેલાડીઓને આગામી સિઝન માટે રિટેન કરવાની મંજૂરી હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL BCCI's big decision India-Pak tensions
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ