બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ચેપોકમાં ધોનીએ રચ્યો ઈતિહાસ, SRH સામે મેદાનમાં ઉતરતાની સાથે જ બનાવ્યો મોટો રેકોર્ડ

IPL 2025 / ચેપોકમાં ધોનીએ રચ્યો ઈતિહાસ, SRH સામે મેદાનમાં ઉતરતાની સાથે જ બનાવ્યો મોટો રેકોર્ડ

Last Updated: 10:26 PM, 25 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2025 ની 43મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચ સાથે CSK ના કેપ્ટન એમએસ ધોનીએ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આઈપીએલ 2025 ની 43મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચના ટોસ સાથે એમએસ ધોનીએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી. ધોની T20 ક્રિકેટમાં આ મોટી સિદ્ધિ હાંસલ કરનાર ચોથો ભારતીય ક્રિકેટર બન્યો.

આ ધોનીનો ટી20 ક્રિકેટમાં 400મી મેચ છે. આ સાથે તે 400 ટી20 મેચ રમનારા ક્રિકેટરોની યાદીમાં જોડાઈ ગયો છે. ધોની આ સિદ્ધિ મેળવનાર ચોથો ભારતીય ક્રિકેટર પણ બન્યો છે. પાંચ વખતના IPL વિજેતા કેપ્ટન ધોની રોહિત શર્મા, દિનેશ કાર્તિક અને વિરાટ કોહલીની ક્લબમાં જોડાઈ ગયો છે.

ટોસ જીત્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે પિચ સૂકી લાગે છે તેથી તે પહેલા બોલિંગ કરવા માંગે છે. સીએસકેના કેપ્ટન એમએસ ધોનીએ કહ્યું કે તે પણ પહેલા બોલિંગ કરતો કારણ કે ઝાકળ એક મોટું પરિબળ છે. ધોનીએ કહ્યું કે તેની ટીમે પરિણામની ચિંતા કરવાને બદલે ક્રિકેટનો આનંદ માણવાનો પ્રયાસ કરવો જોઈએ. ટીમ દરેક મેચને એક મેચ તરીકે જોઈ રહી છે.

સૌથી વધુ T20 મેચ રમનારા ભારતીય ક્રિકેટરો

  • રોહિત શર્મા – 456
  • દિનેશ કાર્તિક - 412
  • વિરાટ કોહલી - 408
  • એમએસ ધોની - 400*
ms-dhoni

યાદીમાં પોલાર્ડ ટોચ પર

બધા ક્રિકેટરોમાં કિરોન પોલાર્ડ તેની 19 વર્ષની કારકિર્દીમાં 695 મેચ રમીને આ યાદીમાં ટોચ પર છે. વેસ્ટ ઇન્ડીઝનો ડ્વેન બ્રાવો 582 મેચ સાથે બીજા સ્થાને છે, જ્યારે શોએબ મલિક 557 મેચ સાથે ત્રીજા સ્થાને છે. એક્ટિવ ક્રિકેટરોમાં, આન્દ્રે રસેલ 546 મેચો સાથે સૌથી આગળ છે અને એકંદર યાદીમાં ચોથા ક્રમે છે. રોહિત ભારત માટે T20 ફોર્મેટમાં સૌથી વધુ 456 મેચ રમનાર ખેલાડી રહ્યો છે.

વધુ વાંચો : આવતા વર્ષે IPLમાં નહીં જોવા મળે વૈભવ સૂર્યવંશી! જાણો વીરેન્દ્ર સેહવાગે કેમ આપ્યું આવું નિવેદન

બંને ટીમોની પ્લેઇંગ-11

ચેન્નાઈ સુપર કિંગ્સ

શેખ રશીદ, આયુષ મ્હાત્રે, દેવાલ્ડ બ્રેવિસ, રવિન્દ્ર જાડેજા, સેમ કુરાન, શિવમ દુબે, એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), દીપક હુડા, નૂર અહેમદ, ખલીલ અહેમદ, મથિશા પથિરાના.

સનરાઇઝર્સ હૈદરાબાદ

અભિષેક શર્મા, ઇશાન કિશન, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અનિકેત વર્મા, કામિન્દુ મેન્ડિસ, પેટ કમિન્સ (કેપ્ટન), જીશાન અંસારી, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ શમી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL2025 MSDhoni ChennaiSuperKings
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ