બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / VIDEO: એવું શું થયું કે અમ્પાયર પર ભડકી ઉઠ્યો કુલદીપ યાદવ? વીડિયો વાયરલ

DC vs GT / VIDEO: એવું શું થયું કે અમ્પાયર પર ભડકી ઉઠ્યો કુલદીપ યાદવ? વીડિયો વાયરલ

Last Updated: 10:13 AM, 19 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2025ની 60મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે તીવ્ર મુકાબલો થયો. આ મેચમાં કુલદીપ યાદવનો ગુસ્સો અને અમ્પાયરની સાથે થયેલી બોલાચાલી ખૂબ ચર્ચામાં રહી.

IPL 2025ની 60મી મેચ દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાતે ખૂબ જ શાનદાર રમત રમ્યા હતા અને 10 વિકેટથી મોટી જીત મેળવી હતી. ગુજરાતની ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 200 રનનો લક્ષ્યાંક હાંસલ કરીને IPLના ઇતિહાસમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. IPLના ઈતિહાસમાં આ પહેલી વાર બન્યું છે કે કોઈ ટીમે 200 રનના લક્ષ્યાંકનો પીછો કર્યા બાદ એકપણ વિકેટ ગુમાવ્યા વિના જીત મેળવી હોય. ગુજરાતની સાથે હવે RCB અને પંજાબ કિંગ્સ પણ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયા છે.

kuldeep-2

મેચ દરમ્યાન એક ઘટના ઘણી ચર્ચામાં રહી હતી. દિલ્હી કેપિટલ્સના સ્પિનર કુલદીપ યાદવ અમ્પાયરના નિર્ણયથી ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાત એવી બની કે જ્યારે ગુજરાતના બેટ્સમેન સાઈ સુદર્શન બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે કુલદીપ યાદવ ઇનિંગની સાતમી ઓવર લઈને આવ્યા. ઓવરના પહેલા જ બોલ પર સાઈ સુદર્શનને બોલ પેડ પર વાગ્યો. કુલદીપે તત્કાળ જોરદાર અપીલ કરી, પરંતુ મેદાનમાં અમ્પાયર એ નોટ આઉટ જાહેર કર્યું.

આ નિર્ણયથી કુલદીપ ખૂબ જ નારાજ થયા અને કેપ્ટન અક્ષર પટેલને રિવ્યૂ લેવા માટે મનાવ્યો. રિવ્યૂમાં જોવા મળ્યું કે બોલ સ્ટમ્પના એક કોણમાં જ લાગી રહ્યો હતો, તેથી ‘અમ્પાયર કોલ’ના આધારે તેમને નોટ આઉટ જ ઠેરવવામાં આવ્યા. મોટાપર્દા પર નોટ આઉટ બતાવ્યા પછી પણ કુલદીપનો ગુસ્સો ઠારતો ન હતો.

DRS પછી જ્યારે કુલદીપ પોતાના રનઅપ પર પાછા જઈ રહ્યા હતા, ત્યારે સ્ટમ્પ માઈક પર તેમણે અમ્પાયર સાથે ઉગ્ર બોલાચાલી કરી. તેણે કહ્યું, "શું ભાઈ, કેવું લાગે છે?" પછી તેણે કહ્યું, "જો અમ્પાયરનો નિર્ણય હોત તો મેં આંગળી ઉંચી કરી હોત. આવું નથી થતું ભાઈ. અરે યાર, આ શું અમ્પાયરિંગ કર્યું છે?" આ દરમિયાન કુલદીપ થોડી હલકી ફુલકી ગાળો પણ બોલતો જોવા મળ્યો.

Vtv App Promotion 1

આ પણ વાંચો : યુઝવેન્દ્ર ચહલ-RJ મહવશ વચ્ચેનું અફેયર ફરીથી ચર્ચામાં, કારણ ચોંકાવનારું

આ ઘટના પછી સોશ્યલ મીડિયા પર લોકો તરફથી વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઘણા લોકોએ કહ્યું કે અમ્પાયર સાથે આવું વર્તન યોગ્ય નથી. સોશિયલ મીડિયા પર કુલદીપના ગુસ્સાનો વીડિયો અને અમ્પાયર તરફ જોઇ રહેલી કેટલીક તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ઘટનાએ મેચ પછી ચર્ચાનો વિષય બની ગયો છે અને હવે જોવું રહ્યું કે BCCI દ્વારા કુલદીપ યાદવ પર કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2025 Kuldeep Yadav DC vs GT
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ