બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IPL News / પંજાબે સૌથી લોએસ્ટ સ્કોર ડિફેન્ડ કર્યો, જાણો ડિફેન્ડિંગ ચેમ્પિયન KKRની હારના 3 મોટા કારણો
Last Updated: 07:51 AM, 16 April 2025
ટોસ પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે જીત્યો અને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પરંતુ કોલકાતાના બોલરોંએ શાનદાર બોલિંગ કરતા પંજાબની આખી ટીમને માત્ર 111 રનમાં સમેટી દીધી. તેમ છતાં, પંજાબના બોલરોંએ પણ એટલી જ શાનદાર બોલિંગ કરી અને કોલકાતાને માત્ર 95 રનમાં ઓલઆઉટ કરી નાખી. આ રીતે પંજાબ કિંગ્સે આ રોમાંચક મેચ 16 રને જીતી લીધી.
ADVERTISEMENT
ક્વિન્ટન ડી કોકની ખરાબ ફોર્મ
ક્વિન્ટન ડી કોકની ખરાબ ફોર્મ KKR માટે માથાનો દુખાવો બની ગઈ છે. અત્યારસુધીમાં તેઓ ટીમને સારી શરૂઆત આપી શક્યા નથી. તેમણે આ સીઝનમાં 7 મેચમાં માત્ર 143 રન બનાવ્યા છે. પંજાબ સામેના મેચમાં પણ તેઓ 4 બોલમાં માત્ર 2 રન બનાવી શક્યા હતા. તેમનું આ રીતે નિષ્ફળ જવું પણ KKRની હારનું એક મોટું કારણ રહ્યો.
ADVERTISEMENT
It's all happening out there... Don't go anywhere 🔥#KKR need 17 runs off 36 balls with 2 wickets in hand!
— IndianPremierLeague (@IPL) April 15, 2025
Updates ▶️ https://t.co/sZtJIQpcbx#TATAIPL | #PBKSvKKR pic.twitter.com/Tc6TpnOhgz
રહાણે દ્વારા DRS ન લેવું
પંજાબ સામેના મેચમાં રહાણેએ 17 બોલમાં 17 રનની ઇનિંગ્સ રમી હતી. તેમની આ ઇનિંગ દરમિયાન તેઓ સારા લયમાં લાગી રહ્યાં હતા. ત્યારે ચહલની બોલ પર તેમને LBW આપવામાં આવ્યા હતા. તેમનાં પાસે DRS લેવાનો મોકો હતો, પણ તેમણે તે નથી લીધો. રિપ્લેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તેઓ નોટઆઉટ હતા. અંગક્રિશ રઘુવંશી એ પણ તેમને DRS લેવા કહ્યું હતું, છતાં પણ રહાણેએ તેમની વાત નથી માની. તેનું નુકસાન KKRને છેલ્લે થયું.
Low-scoring thriller on the cards? 👀
— IndianPremierLeague (@IPL) April 15, 2025
Yuzvendra Chahal & Glenn Maxwell deliver crucial breakthroughs to put the game in balance 👊
Updates ▶️ https://t.co/sZtJIQpcbx#TATAIPL | #PBKSvKKR | @PunjabKingsIPL pic.twitter.com/kv64WUZ7P7
લોઅર મિડલ ઓર્ડરનો નિષ્ફળ પ્રયાસ
KKRનો લોઅર મિડલ ઓર્ડર ઘણાં સમયથી સંઘર્ષ કરી રહ્યો છે. આ મેચમાં પણ લોઅર મિડલ ઓર્ડર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો.
વધુ વાંચો: શ્રેયસને 'શ્રેય'! લો સ્કોરિંગ મેચમાં પંજાબે મારી બાજી, KKR સામે 16 રનથી ભવ્ય વિજય
રીંકુ સિંહ (2), વેંકટેશ અય્યર (7) અનેરમણદીપ સિંહ (0) એકદમ ફ્લોપ રહ્યા. આ કારણસર પણ KKRને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.