બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IPL News / KKR vs RCB: આજે 7:30 વાગ્યે નહીં પણ આટલા વાગ્યે શરૂ થઈ શકે પ્રથમ મેચ, જાણો કારણ
Last Updated: 05:52 PM, 22 March 2025
IPL 2025
ADVERTISEMENT
IPL 2025 નો પહેલો મુકાબલો આજે કોલકાતા ખાતે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન KKR અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે. મેચ શરૂ થાય તે પહેલા સ્ટેડિયમમાં સિઝન-18 ની ઓપનિંગ સેરેમની યોજાશે, જેમાં બોલિવૂડ સ્ટાર્સ ફેન્સનું મનોરંજન કરશે. મેચ માટે ટોસનો સમય સાંજે 7 વાગ્યાનો છે અને મેચ 7:30 વાગ્યે શરૂ થવાનો છે, તેમાં બદલાવ થઈ શકે છે.
મેચના સમયમાં થઈ શકે છે ફેરફાર
ADVERTISEMENT
IPL 2025 સિઝન-18 માટે ફેન્સની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. સિઝન-18 ની શરૂઆત KKR અને RCB ની મેચથી થઈ રહી છે. જો કે, વરસાદ અને ખરાબ હવામાનને કારણે ફેન્સની ચિંતા થોડી વધી ગઈ છે. કોલકાતામાં ગત રાત્રે વરસાદ થયો હતો, જેના કારણે બંને ટીમો પ્રેક્ટિસ પણ કરી શકી નહોતી. હવે મેચ દરમ્યાન પણ વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જો મેચ પહેલા વરસાદ થાય, તો સમયમાં ફેરફાર થઈ શકે છે.
An ode to Kolkata ✍🏼
— IndianPremierLeague (@IPL) March 22, 2025
To an iconic venue 🏟️
To an epic clash 🤜 🤛
Let #TATAIPL 2025 begin 🏁#KKRvRCB | @KKRiders | @RCBTweets
વધુ વાંચો: જોઇ લો, આ છે IPLમાં સૌથી વધારે પરાજય થનારી 5 ટીમ, RCB તો પહેલેથી જ બદનામ છે!
આઉટફિલ્ડ ભીંજાઈ જવાના કારણે મેચનો સમય થોડો આગળ ધપાવવામાં આવી શકે છે, જેથી 7:30 વાગ્યે નહીં પણ નવા સમયે મેચ શરૂ થઈ શકે. જો હવામાન અનુકૂળ રહેશે, તો મેચ પોતાનાં નિર્ધારિત સમયે જ રમાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.