બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ઋષભ પંતે ગાયું 'પાકિસ્તાની સોંગ', સૂર એવો છોડ્યો કે ભલભલા ઝાંખા, ઝહીર ખાન થયો મોહિત
Last Updated: 01:04 AM, 17 March 2025
ક્રિકેટર રિષભ પંત અવાન નવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત તેની અનોખી બેટિંગ શૈલી માટે જાણીતો છે. હવે તેણે તેની ગાયકીથી દિગ્ગજ ક્રિકેટર ઝહીર ખાન તેમજ તેના ચાહકોને પ્રભાવિત કર્યા છે. પંતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે 'અફસાને' નામનું એક લોકપ્રિય પાકિસ્તાની ગીત ગાતો જોવા મળી રહ્યો છે. આ ગીત તલ્હા અંજુમ અને તહલા યુનુસે ગાયું છે. તમને જણાવી દઈએ કે LSG એ ગયા વર્ષે જાહેરાત કરી હતી કે ઝહીર ખાન IPL 2025 માં LSG ના માર્ગદર્શકની ભૂમિકા ભજવશે.
ADVERTISEMENT
Part-time wicketkeeper-batter. Full-time karaoke singer 🎤 pic.twitter.com/mFf2BC77e3
— Lucknow Super Giants (@LucknowIPL) March 15, 2025
આ વીડિયો લખનૌ સુપર જાયન્ટ્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. LSG એ કેપ્શનમાં લખ્યું, રિષભ પંત એક પાર્ટ-ટાઇમ વિકેટકીપર છે પણ ફુલ-ટાઇમ ગાયક છે. આ પહેલા તે તેની બહેન સાક્ષી પંતના લગ્નમાં 'તુ જાને ના' ગીત ગાતો જોવા મળ્યો હતો. જોકે તેમણે આ ગીત કોઈ સ્ટેજ પર ગાયું ન હતું. જ્યારે IPL મેગા ઓક્શનનો વારો આવ્યો, તે પહેલાં દિલ્હી કેપિટલ્સે રિષભ પંતને રિલીઝ કરી દીધો. દિલ્હીએ પંતને ફરીથી 20 કરોડ રૂપિયામાં ખરીદવાનો પ્રયાસ કર્યો, પરંતુ LSGનો મૂડ અલગ હતો. LSG એ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો, જેનાથી તે ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો.
ADVERTISEMENT
વધુ વાંચો : 6,6,6,6,6,6...એક ઓવરમાં છગ્ગાનો વરસાદ, આ ખેલાડીએ જડી તોફાની શતક, જુઓ VIDEO
લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન તરીકે નિયુક્ત થયા બાદ ઋષભ પંતે કહ્યું, મારું વચન છે કે હું ટીમ માટે મારું 200 ટકા આપીશ. મારા હાથમાં જે કંઈ છે, હું ટીમ મેનેજમેન્ટના વિશ્વાસ પર ખરા ઉતરવાનો પ્રયાસ કરીશ. હું આ નવી શરૂઆત માટે ખૂબ જ ઉત્સાહિત છું. જો આપણે પંતની અત્યાર સુધીની IPL કારકિર્દી પર નજર કરીએ તો, તેણે 111 મેચોમાં 3,284 રન બનાવ્યા છે. આ અદ્ભુત સફરમાં તેણે એક સદી અને 18 અડધી સદી પણ ફટકારી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.