બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / ધર્મશાળામાં રદ થયેલી પંજાબ-દિલ્હીની મેચ ફરી રમાશે? BCCIએ આપ્યું મોટું અપડેટ
Last Updated: 06:20 PM, 13 May 2025
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પુષ્ટિ કરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના કારણે અસ્થાયી રૂપે પોસ્ટપોન્ડ થયેલી આઇપીએલ 2025 ની ફરીથી શરૂઆત 17 મેથી થશે. આ દરમિયાન સૌથી મોટો સવાલ એ હતો કે 8 મેએ પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે ધર્મશાળામાં રમાયેલી મેચ, જે અધવચ્ચે રોકવામાં આવી હતી, તેને ફરીથી રમવામાં આવશે કે રદ્દ માનવામાં આવશે. BCCI એ સ્પષ્ટ કરી દીધું છે કે આ મુકાબલો સંપૂર્ણપણે ફરીથી રમાશે.
ADVERTISEMENT
શું થયું હતું PBKS vs DC મેચમાં?
ADVERTISEMENT
8 મેએ ધર્મશાળામાં રમાયેલ આ મેચમાં પંજાબની ટીમે 10.1 ઓવરમાં 122/1 નો સ્કોર બનાવી લીધો હતો. ત્યારે અચાનક બ્લેકઆઉટ થઈ ગયું અને સુરક્ષાના કારણોથી મેચ રોકવામાં આવી. આસપાસના વિસ્તારોમાં એર રેડ એલર્ટના કારણે ખેલાડીઓ અને દર્શકોને તાત્કાલિક સ્ટેડિયમની બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે મેચને અધૂરી છોડવી પડી.
IPL 2025 ફરીથી શરૂ થવાનું અપડેટ
આ ઘટના બાદ, BCCI એ સુરક્ષા કારણો IPL ને એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દીધી હતી. હવે બંને દેશો વચ્ચે સીઝફાયર કરાર બાદ BCCIએ IPL 2025 ને 17 મેથી ફરીથી શરૂ કરવામાં આવશે. લીગ હવે બેંગલુરુ, દિલ્હી, લખનઉ, જયપુર, મુંબઈ અને અમદાવાદ જેવા છ શહેરોમાં રમાશે અને ફાઇનલ 3 જૂને રમાશે. ટુર્નામેન્ટની ફરી શરૂઆતની પહેલી મેચ RCB અને KKR વચ્ચે બેંગલુરુમાં રમાશે.
PBKS vs DC મુકાબલો હવે જયપુરમાં રમાશે
PBKS અને DC વચ્ચે રદ્દ થયેલા મુકાબલાને હવે 24 મેએ જયપુરમાં ફરીથી રમાશે. આ મેચ સંપૂર્ણપણે ફરીથી શરૂ થશે. અહીં રસપ્રદ વાત એ છે કે, મેચ રદ થયા પછી પણ, બંને ટીમોને કોઈ પોઈન્ટ આપવામાં આવ્યા ન હતા, જ્યારે સામાન્ય રીતે 'નો રિઝલ્ટ' આવે તો, બંને ટીમોને એક-એક પોઈન્ટ મળે છે. પરંતુ આ મેચ હવે ફરીથી રમાશે, તેથી પોઈન્ટ ટેબલમાં કોઈ ફેરફાર થયો નથી.
વધુ વાંચો: રોહિત અને વિરાટ 2027નો ODI વર્લ્ડ કપ રમશે? સુનીલ ગાવસ્કરનો ચોંકાવનારો જવાબ
તમને જણાવી દઈએ કે ટાટા આઈપીએલ 2025 ફરીથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 17 મે, 2025 થી 3 જૂન, 2025 ના રોજ ફાઇનલ સુધી, કુલ 17 મેચ 6 સ્થળોએ રમાશે. સુધારેલા સમયપત્રકમાં બે ડબલ-હેડરનો સમાવેશ થાય છે, જે બે રવિવારે રમાશે. તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને કારણે IPL સ્થગિત કરવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT