બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IPL News / IPL 2025: ચેપોકમાં MI અને CSKની થશે ટક્કર, જાણો બંને ટીમો વચ્ચેનો હેડ ટુ હેડ રેકોર્ડ
Last Updated: 01:06 PM, 23 March 2025
આજે ચેપોકમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો આમને-સામને થશે. ભારતના સમય અનુસાર આ મુકાબલો સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ બંનેને IPL ઈતિહાસની સૌથી સફળ ટીમો માનવામાં આવે છે. બંને ટીમોએ 5-5 વખત ખિતાબ જીત્યો છે. પરંતુ જ્યારે આ બે મહાન ટીમો એકબીજાની સામે આવી છે, ત્યારે કોનો પ્રભાવ વધુ રહ્યો છે? ચાલો, ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેના હેડ ટુ હેડ રેકોર્ડ પર નજર કરીએ.
ADVERTISEMENT
કઈ ટીમનો હેડ ટુ હેડ રેકોર્ડ વધુ સારું છે?
અત્યાર સુધી ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે કુલ 37 વખત મુકાબલો થયો છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે 20 વખત ચેન્નઈ સુપર કિંગ્સને હરાવી છે. જ્યારે, મુંબઈ ઈન્ડિયન્સને 17 મેચમાં પરાજય મળ્યો છે. એટલે કે, હેડ ટુ હેડ રેકોર્ડમાં મુંબઈ ઈન્ડિયન્સનું પલ્લું ભારે છે.
ADVERTISEMENT
ચેન્નઈ સુપર કિંગ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સનો સર્વશ્રેષ્ઠ સ્કોર 219 રન રહ્યો છે. જ્યારે, મુંબઈ ઈન્ડિયન્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સનો સર્વશ્રેષ્ઠ સ્કોર 218 રન રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સનો સૌથી ઓછો સ્કોર 79 રન રહ્યો છે. બીજી તરફ, ચેન્નઈ સુપર કિંગ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સ નો સૌથી ઓછો સ્કોર 136 રન રહ્યો છે.
છેલ્લા 3 મુકાબલાઓમાં CSK હાવી રહ્યું છે
છેલ્લા 3 મુકાબલાઓ પર નજર કરીએ, તો ચેન્નઈ સુપર કિંગ્સનો પ્રભાવ વધુ રહ્યો છે. IPL 2023 સીઝનમાં બંને ટીમો 2 વખત આમને-સામને આવી હતી અને બંને વખતે CSK એ MI ને પરાજય આપ્યો હતો. ત્યારબાદ IPL 2024 સીઝનમાં પણ ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું. એટલે કે, છેલ્લી 3 મેચોમાં ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે જીત મેળવી છે.
વધુ વાંચો: આજે CSK અને MI વચ્ચે જંગ, કેવો રહેશે પીચ અને મોસમનો મિજાજ, જાણો સંભવિત પ્લેઈંગ ઈલેવન
હવે આજના મુકાબલામાં જોવાનું રસપ્રદ રહેશે કે શું સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ ફરીથી મજબૂત કમબેક કરશે કે નહીં?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
IPL 2025 / Video: 17 વર્ષીય બેટ્સમેન આયુષ મ્હાત્રેની તોફાની બેટિંગ જોઇ સ્ટેડિયમમાં જ રડી પડ્યો આ યંગ બૉય
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.