બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:57 AM, 16 April 2025
મુલ્લાનપુરમાં મંગળવારે રમાયેલી IPL મેચમાં પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 16 રનમાં હરાવીને એક ઐતિહાસિક જીત હાંસલ કરી છે. આ મેચમાં પંજાબે ફક્ત 111 રન બનાવી શક્યા હતા, છતાં યૂઝવેન્દ્ર ચહલની શાનદાર બોલિંગના આધારે તેમનો બહુ નાનો સ્કોર પણ સફળતાપૂર્વક બચાવ્યો.
ADVERTISEMENT
ADVERTISEMENT
યૂઝવેન્દ્ર ચહલે પોતાની જાદૂઈ સ્પિનથી KKRના બેસ્ટમેનને અથડાવ્યા. તેણે 4 વિકેટ ઝડપી અને ટીમને જીત તરફ દોરી ગયો હતો. આ સાથે ચહલ હવે IPL ઇતિહાસમાં 4 કે તેથી વધુ વિકેટ લેવાના મામલે સુનીલ નારાયણની બરાબરી કરી છે બંને પાસે 8-8 વખત 4 વિકેટ છે.
The moment where Yuzvendra Chahal turned the game 🪄#TATAIPL | #PBKSvKKR | @PunjabKingsIPL pic.twitter.com/D2O5ImOSf4
— IndianPremierLeague (@IPL) April 15, 2025
પંજાબે ટોસ જીતીને બેટિંગ શરૂ કરી. પ્રિયાંશ આર્ય (22) અને પ્રભસિમરન સિંહ (30) એ સારો આરંભ આપ્યો. પરંતુ એના પછી વિકેટો એક પછી એક પડતી ગઈ. શ્રેયસ ઐયર શૂન્ય પર આઉટ થયો, જ્યારે જોશ ઇંગ્લિસ અને નેહલ વાઢેરા પણ ટકાવી ન શક્યા. આખરે ટીમ 16મી ઓવરમાં ફક્ત 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
𝙏𝙃𝙄𝙎. 𝙄𝙎. 𝘾𝙄𝙉𝙀𝙈𝘼 🎬#PBKS have pulled off one of the greatest thrillers in #TATAIPL history 😮
— IndianPremierLeague (@IPL) April 15, 2025
Scorecard ▶️ https://t.co/sZtJIQpcbx#PBKSvKKR | @PunjabKingsIPL pic.twitter.com/vYY6rX8TdG
112 રનના લક્ષ્યાંકના જવાબમાં, કેકેઆરની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. સુનીલ નારાયણ પહેલી જ ઓવરમાં બોલ્ડ થઈ ગયો. તેના બેટમાંથી ફક્ત 5 રન જ આવ્યા. આ પછી, ક્વિન્ટન ડી કોક પણ બીજી જ ઓવરમાં પેવેલિયન પાછો ફર્યો. તેના બેટમાંથી ફક્ત 2 રન જ આવ્યા. પરંતુ આ પછી રહાણેએ કેટલાક સારા શોટ રમ્યા. પરંતુ તે પણ 8મી ઓવરમાં આઉટ થઈ ગયો. રહાણેએ 17 રન બનાવ્યા. આ પછી, રઘુવંશી પણ 10મી ઓવરમાં આઉટ થઈ ગયો. આ પછી, બીજી જ ઓવરમાં મેક્સવેલે વેંકટેશ ઐયરને આઉટ કર્યો. આ પછી, ચહલે પોતાની ત્રીજી ઓવરમાં રિંકુ સિંહ અને રમણદીપને આઉટ કર્યા. આ પછી કોલકાતા કંઈ ખાસ કરી શક્યું નહીં. રસેલે ચોક્કસપણે કેટલાક આક્રમક શોટ રમ્યા. પરંતુ ટીમને જીત અપાવી શક્યા નહીં. KKR 16મી ઓવરના પહેલા બોલ પર ઓલઆઉટ થઈ ગયું. પંજાબની ટીમે 16 રનથી મેચ જીતી લીધી.
આ પણ વાંચો : શ્રેયસને 'શ્રેય'! લો સ્કોરિંગ મેચમાં પંજાબે મારી બાજી, KKR સામે 16 રનથી ભવ્ય વિજય
પંજાબ કિંગ્સે આ મેચમાં ઇતિહાસ રચ્યો અને IPLમાં સૌથી નાનો ટોટલ સફળતાપૂર્વક બચાવનારી ટીમ બની. માત્ર 111 રન બનાવ્યા પછી પણ પંજાબે કોલકાતા નાઈટ રાઈડર્સને 95 રન પર ઓલઆઉટ કરી 16 રનથી વિજય મેળવ્યો. અગાઉનો રેકોર્ડ 116 રનનો હતો પણ હવે પંજાબે આ માઇલસ્ટોન પોતાના નામે કર્યો. મેચમાં યૂઝવેન્દ્ર ચહલનું પ્રદર્શન સૌથી વધુ ચમકદાર રહ્યું, તેણે 4 વિકેટ લઈ KKRની કમર તોડી નાખી. બેટિંગમાં પ્રભસિમરન સિંહે સૌથી વધુ 30 રન બનાવ્યા, જ્યારે પ્રિયાંશ આર્યએ પણ 22 રનની મદદ આપી. કોલકાતાની બેટિંગ સંપૂર્ણ નિષ્ફળ રહી સુનીલ નારાયણ અને ક્વિન્ટન ડી કોક શરૂઆતમાં જ પેવેલિયન પરત ફર્યા, રહાણેએ થોડી હૂંફ આપી પણ તે 17 રન પર આઉટ થયો. આખરે આન્દ્રે રસેલે આશા જાગવી દીધી હતી પરંતુ તે ટીમને વિજય સુધી લઈ જઈ શક્યો નહીં. આ મેચ પંજાબ માટે નક્કી કરનાર સાબિત થઈ અને ચહલના સ્પિન મેજિકે ક્રિકેટ રસિકોને મંત્રમુગ્ધ કરી દીધા.
પંજાબ કિંગ્સ: પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન, શ્રેયસ ઐયર, નેહલ વાઢેરા, ઇંગ્લિસ, શશાંક, મેક્સવેલ, જોનસન, બાર્ટલેટ, અર્શદીપ, ચહલ
કોલકાતા નાઈટ રાઈડર્સ: ડી કોક, નારાયણ, રહાણે, વેંકટેશ ઐયર, રિંકુ, રસેલ, રમણદીપ, રાણા, અરોરા, નોરખિયા, ચક્રવર્તી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.