બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ‘કાલી ટેક્સી કા મીટર તેજ ભાગતા હૈ’, વિવાદાસ્પદ નિવેદન આપીને મુશ્કેલીમાં મુકાયો પૂર્વ ભારતીય ક્રિકેટર
Last Updated: 06:20 PM, 24 March 2025
ભારતીય ટીમના ભૂતપૂર્વ સ્પિનર અને હાલમાં કોમેન્ટેટર તરીકે જોવા મળતા હરભજન સિંહ વિવાદમાં ફસાઈ ગયા છે. રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ દરમિયાન હરભજનને ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર વિશે કરેલી ટિપ્પણીની કિંમત ચૂકવવી પડી છે. અહીં હરભજને આર્ચરને 'કાળી ટેક્સી' કહીને સંબોધન કર્યું. તેમની આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ADVERTISEMENT
𝗛𝗮𝗿𝗯𝗵𝗮𝗷𝗮𝗻 𝗠𝗨𝗦𝗧 𝗔𝗽𝗼𝗹𝗼𝗴𝗶𝘇𝗲:
— Pakistan Cricket Team USA FC (@DoctorofCricket) March 23, 2025
He called Jofra Archer a "black London taxi" during live commentary During IPL.
Shame Shame Shame#HarbhajanSingh #JofraArcher #IPL2025 #RRvsSRH #CSKvsMI pic.twitter.com/zNPlVeBfgN
મેચમાં હૈદરાબાદની ઇનિંગ્સની 18મી ઓવર દરમિયાન આર્ચર બોલિંગ કરી રહ્યો હતો અને તે સમયે હેનરિક ક્લાસેન અને ઇશાન કિશન ક્રીઝ પર હતા. આ દરમિયાન બંને બેટ્સમેન આક્રમક બેટિંગ કરી રહ્યા હતા. ક્લાસેન-કિશન આર્ચરને મારવાનું શરૂ કરતા જ હરભજને પોતાની કોમેન્ટ્રીમાં કહ્યું, લંડનમાં કાળી ટેક્સીનું મીટર ઝડપથી ચાલે છે અને અહીં આર્ચર સાહેબનું મીટર પણ ઝડપથી ચાલે છે. હવે તેમના આ નિવેદન પર ચર્ચા તેજ થઈ ગઈ છે. કેટલાક લોકો એવું પણ માને છે કે તેમને તાત્કાલિક કોમેન્ટ્રી પેનલમાંથી દૂર કરવા જોઈએ. જોકે, અત્યાર સુધી આ સમગ્ર મામલે હરભજન સિંહ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
ADVERTISEMENT
મેચની વાત કરીએ તો ઈશાન કિશનની તોફાની સદીના આધારે હૈદરાબાદની ટીમે પહેલા બેટિંગ કરતા 286 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો. ઈશાને માત્ર 46 બોલમાં 106 રનની તોફાની ઈનિંગ રમી. તેમના સિવાય ટ્રેવિસ હેડે માત્ર 31 બોલમાં 67 રન બનાવ્યા. 287 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન ટીમ નિર્ધારિત ઓવરમાં માત્ર 242 રન જ બનાવી શકી અને 44 રનથી મેચ હારી ગઈ. ટીમ તરફથી વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલે સૌથી વધુ 70 રન બનાવ્યા, જ્યારે સંજુ સેમસને 66 રન બનાવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.