બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / આજે દિલ્હીની પલટન સામે થશે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો, જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ
Last Updated: 03:25 PM, 16 April 2025
IPL 2025ની 18મી સીઝનની 32મી મેચ આજે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચ દિલ્હીના ઘરઆંગણે, અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટૉસ સાંજે 7 વાગ્યે થશે. દિલ્હી કેપિટલ્સ માટે આ સિઝનમાં પોતાના હોમ ગ્રાઉન્ડ પર બીજી મેચ છે. અગાઉ તેઓ મુંબઈ ઈન્ડિયન્સ સામે અહીં રમ્યા હતા, પરંતુ તે મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો
ADVERTISEMENT
સતત ચાર વખત વિજય થયા બાદ આ હારને લીધે દિલ્હી ટોચના સ્થાનેથી નીચે સરકીને બીજા ક્રમે પહોંચી ગઈ છે. હવે તેઓ ઘરઆંગણે પોતાની પહેલી જીત મેળવવાની કોશિશ કરશે. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સ માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અત્યાર સુધી રાજસ્થાને 6 મેચ રમીને ફક્ત 2 જીત મેળવી છે અને 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 8મા ક્રમે છે. તેઓ ફરીથી જીતના માર્ગે પાછા ફરવા ઈચ્છે છે.
ADVERTISEMENT
દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમ દિલ્હી ખાતે રમાયી રહી છે. મેચના પ્રારંભ માટે ટૉસ સાંજે 7:00 વાગ્યે થશે, જ્યારે રમત શરૂ થશે સાંજે 7:30 વાગ્યે. જો તમે આ મેચનો લુટફ લેવા માંગતા હો, તો તમે તેને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકો છો અને લાઈવ સ્ટ્રીમિંગ માટે જિયો સિનેમા અથવા જિયો હોટસ્ટાર પર જોઈ શકો છો.
હેડ ટુ હેડ રેકોર્ડ મુજબ, અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે કુલ 29 મુકાબલા રમાયા છે. આ ટૂર્નામેન્ટમાં રાજસ્થાન રોયલ્સએ 15 મેચ જીતી છે, જ્યારે દિલ્હી કેપિટલ્સે 14 મેચ જીતી છે. બંને ટીમો વચ્ચેની સ્પર્ધા ઘણી કઠણ રહી છે અને દરેકએ પોતાની તરફથી શ્રેષ્ઠ પ્રદર્શન કરવાના પ્રયાસો કર્યા છે. આ રેકોર્ડ દર્શાવે છે કે બંને ટીમો વચ્ચેનો મુકાબલો ઘણી વાર રોમાંચક રહ્યો છે અને આજે પણ તે જોવા માટે રસપ્રદ રહેશે.
અક્ષર પટેલ (કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), જેક ફ્રેઝર-મેકગર્ક, કરુણ નાયર, ફાફ ડુ પ્લેસીસ, ડોનોવન ફરેરા, અભિષેક પોરેલ (વિકેટકીપર), ટ્રીસ્ટન સ્ટબ્સ (વિકેટકીપર), સમીર રિઝવી, આશુતોષ નીરજ શર્મા, વિનરાજ શર્મા, વિરેન્દ્રસિંહ, એ. મનવંત કુમાર, ત્રિપુરાણા વિજય, માધવ તિવારી, મિશેલ સ્ટાર્ક, ટી નટરાજન, મોહિત શર્મા, મુકેશ કુમાર, દુષ્મંથા ચમીરા, કુલદીપ યાદવ.
સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શુભમ દુબે, વૈભવ સૂર્યવંશી, કુણાલ રાઠોડ, શિમરોન હેટમાયર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, નીતીશ રાણા, યુધવીર સિંહ, જોફ્રા આર્ચર, મહેશ થેક્ષાના, વાનિંદુ હસરંગા, તુષાર કુમાર, અક્ષર કુમાર, તુષારસિંહ, ફઝલહક ફારૂકી, ક્વેના મ્ફાકા, અશોક શર્મા, સંદીપ શર્મા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.