બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સોનિયા-રાહુલ સામેની કાર્યવાહીથી કોંગ્રેસમાં આક્રોશ, દેશભરમાં ED ઓફિસની બહાર કર્યા દેખાવો
Last Updated: 02:47 PM, 16 April 2025
કોંગ્રેસ પાર્ટીએ આજે દિલ્હી સ્થિત પોતાના મુખ્ય કાર્યાલય ખાતે કેન્દ્ર સરકાર વિરુદ્ધ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કર્યું છે. આ વિરોધ દેશભરના વિવિધ રાજ્યોમાં પણ યોજાયો છે. મુદ્દો છે નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલ મની લોન્ડરિંગ કેસ, જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
12 એપ્રિલ, 2025ના રોજ EDએ નેશનલ હેરાલ્ડ મામલે ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, સંગઠનના નેતા સેમ પિત્રોડા અને સુમન દુબેના નામનો સમાવેશ છે. સાથે જ, તપાસ દરમિયાન દિલ્હી, લખનૌ અને મુંબઈની કુલ ₹661 કરોડની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
કોંગ્રેસ પાર્ટીનો આક્ષેપ છે કે કેન્દ્ર સરકાર ED જેવી તપાસ એજન્સીઓનો રાજકીય વિરોધીઓને દબાવવા માટે દુરુપયોગ કરી રહી છે. પાર્ટીનું કહેવું છે કે સરકાર સતત કોંગ્રેસ નેતાઓ સામે દબાણ ઊભું કરી રહી છે અને કોર્ટના માધ્યમથી રાજકીય હેરાનગતી કરવામાં આવી રહી છે.
#WATCH | Delhi: Congress workers hold a protest against Central Government and Central agencies, outside their party office. They have now been detained by Police. pic.twitter.com/ZPajzOFMD5
— ANI (@ANI) April 16, 2025
પાર્ટીના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ કહ્યું કે, "આ કિસ્સો માત્ર કોર્ટ સુધી મર્યાદિત નથી, પણ એજન્સીઓનો ઉપયોગ વિપક્ષને હેરાન કરવા માટે થઈ રહ્યો છે." કોંગ્રેસના નેતા સચિન પાયલટે પણ પોતાના નિવેદનમાં કહ્યું કે, "આ રાજકીય રીતે પ્રેરિત કેસ છે. અમને ન્યાય વ્યવસ્થામાં સંપૂર્ણ વિશ્વાસ છે અને અમે કાનૂની રીતે લડીશું."
આ પણ વાંચો : VIDEO : 'જેકેટ, જૂતા, જિગરા સબ હિંદુસ્તાની..', વિક્કીની ભેટ પર બોલ્યા કોંગ્રેસ નેતા
દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં ED કચેરીઓ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં પોલીસ સુરક્ષા પણ તૈનાત કરવામાં આવી છે અને ઘણા કોંગ્રેસ કાર્યકરોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ કેસની આગામી સુનાવણી 25 એપ્રિલે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં થવાની છે. કોર્ટ દ્વારા ED પાસેથી કેસ ડાયરી પણ માંગી લેવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.