બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / 23મીએ ચેન્નઇમાં રમાશે CSK vs MI મેચ, આ રીતે બુક કરાવો ઓનલાઇન ટિકિટ, જાણો પ્રાઇઝ
Last Updated: 10:47 AM, 19 March 2025
IPL 2025 ની શરૂઆત 22 માર્ચથી થઈ રહી છે. પહેલી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમશે. ત્યારે ચાહકો આઈપીએલની બે સૌથી સફળ ટીમો, ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે થનારી મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. CSK અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેનો રોમાંચક મુકાબલો 23 માર્ચે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. ત્યારે હવે ચાહકો આ મેચ માટે ટિકિટ બુક કરાવવા માટે આતુર છે.
ADVERTISEMENT
🚨 Last 1 hour left for CSK VS MI ( Chennai) IPL 2025 Tickets
— Cricket Tickets Update (@CricketTickets2) March 19, 2025
Tips :- keep your district account login with Mobile number.
For Early Queue links & last minute update join our telegram channel 👇 https://t.co/L3mbNQMwUc#cskvsmitickets#csktickets #ipltickets #chennaitickets pic.twitter.com/5nqFQaCDjh
આજથી લાઇવ થઈ રહી છે મેચની ટિકિટ
ADVERTISEMENT
23 માર્ચે ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ મેચની ટિકિટ આજે સવારે 10:15 વાગ્યાથી લાઈવ થઈ ગઈ છે. અહેવાલો અનુસાર, મેચની ટિકિટો ટૂંક સમયમાં વેચાઈ જવાની ધારણા છે કારણ કે બંને ટીમોના ચાહકો મોટી સંખ્યામાં છે અને ટિકિટ ખરીદવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Tickets sale live now for #CSKvMI 🎟️💛
— Chennai Super Kings (@ChennaiIPL) March 19, 2025
See you at Anbuden 🔜🥳#WhistlePodu #Yellove 🦁💛
ટિકિટના ભાવ
ક્યાંથી બુક કરાવી શકાય ટિકિટ?
જો સ્ટેડિયમમાં બેસીને CSK અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ જોવી હોય તો chennaisuperkings.com પર લોગ ઇન કરીને ટિકિટ બુક કરી શકાય છે. ટિકિટ ખરીદવા માટે સ્ટેડિયમની બહાર લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે.
આ પણ વાંચો: CSKના ટ્રેનિંગ સેશનમાં ધોનીએ ફટકાર્યો એવો હેલિકોપ્ટર શોટ, કે Video વાયરલ, ફેન્સને યાદ આવ્યા જૂનાં દિવસો
પહેલી મેચમાં નહીં રમે હાર્દિક પંડ્યા
આઈપીએલ 2025 સીઝન-18 ની પોતાની પહેલી મેચ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા રમશે નહીં. ગયા સિઝનમાં કરેલી ભૂલને કારણે તેના પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે પહેલી મેચમાં કયો ખેલાડી મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન બનશે?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.