બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / રોહિત શર્મા ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રહેશે કે નહીં? આવી ગયું મોટું અપડેટ
Last Updated: 10:04 AM, 15 March 2025
ભારતે રોહિત શર્માની કેપ્ટનશીપમાં હાલમાં જ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો છે. આ પહેલા ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગઈ હતી, જેમાં તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. એ માટે રોહિત શર્મા સહિત આખી ટીમ ઇન્ડિયાની ટીકા થઈ હતી. જો કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત પછી બધાને જવાબ મળી ગયો છે. આ દરમિયાન હવે ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ અને એક મોટી અપડેટ સામે આવી છે. રોહિત શર્માને લઈને એક સારા સમાચાર છે.
ADVERTISEMENT
ભારત જૂન અને જુલાઈમાં ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સીરીઝ રમવાનું છે. આ માટે ટીમ ઇન્ડિયા આઈપીએલ પછી ઇંગ્લેન્ડ પ્રવાસે જશે. એક અહેવાલ અનુસાર, આ સીરીઝમાં ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે. ભારતીય ક્રિકેટ બોર્ડ ફરી એક વાર રોહિત શર્માને કેપ્ટન બનાવી શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ અધિકૃત માહિતી સામે આવી નથી.
📍 Dubai
— BCCI (@BCCI) March 10, 2025
🗓️ 10th March 2025
Captain Rohit Sharma 🫡🏆🏆#TeamIndia | #INDvNZ | #ChampionsTrophy | #Final pic.twitter.com/amMFCXWoZQ
ADVERTISEMENT
BCCIના અધિકારીઓને રોહિત શર્મા પર વિશ્વાસ
રોહિત શર્માએ T20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. આ પછી રોહિત શર્માની કેપ્ટનશીપમાં જ ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ પણ જીતી. જયારે ટીમ ઇન્ડિયાએ 2023ના વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં પણ જગ્યા બનાવી હતી. અહેવાલ અનુસાર, બોર્ડના અધિકારીઓને રોહિત શર્મા પર સંપૂર્ણ વિશ્વાસ છે. મહત્ત્વની વાત એ પણ છે કે ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન રોહિતના સંન્યાસની પણ ચર્ચાઓ ચાલી રહી હતી. પરંતુ ટ્રોફી જીત્યા પછી રોહિતની સંન્યાસની અટકળો પર વિરામ લાગી ગયું.
આ પણ વાંચો: IPL 2025માં 9 ભારતીય અને 1 વિદેશી કેપ્ટન, જુઓ અહીં સંપૂર્ણ યાદી
અત્યાર સુધી રોહિત શર્માનો ટેસ્ટ રેકોર્ડ
રોહિત ટીમ ઇન્ડીયા માટે 67 ટેસ્ટ મેચ રમી ચુક્યા છે, જેમાં તેણે 4302 રન બનાવ્યા છે. રોહિત ટીમ ઇન્ડિયા માટે ટેસ્ટમાં 12 સદી અને 18 અડધી સદી ફટકારી છે. એક બેવડી સદી પણ ફટકારી છે. રોહિત વનડેમાં 11168 રન બનાવી ચુક્યા છે. તેણે આ ફોર્મેટમાં 273 મેચ રમી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.