બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / કોહલીની નિવૃત્તિ પછી આ ખેલાડીનું ઇંગ્લેન્ડ પ્રવાસ જવાનું નક્કી! 18 મહિના પછી કરશે ટેસ્ટમાં વાપસી

ક્રિકેટ / કોહલીની નિવૃત્તિ પછી આ ખેલાડીનું ઇંગ્લેન્ડ પ્રવાસ જવાનું નક્કી! 18 મહિના પછી કરશે ટેસ્ટમાં વાપસી

Last Updated: 12:04 PM, 13 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટમાં કેટલાક અનુભવી ખેલાડીઓની નિવૃત્તિએ ચાહકોને નિરાશ કર્યા છે. આવનારા ઇંગ્લેન્ડ પ્રવાસ માટે નવી આશાઓ જાગી રહી છે અને એક અનુભવી ખેલાડીની વાપસી થવાની શક્યતા જોવા મળી રહી છે.

ક્રિકેટ જગતના બે અનુભવ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરતા ચાહકોમાં થોડા નિરાશ જોવા મળી રહ્યા છે. ત્યારે ટીમ ઈન્ડિયાને આવતા મહિને ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે, જ્યાં 20 જૂનથી 5 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. તો થોડા સમય પહેલા જ અશ્વિને પણ ટેસ્ટને અલવિદા કહ્યું હતું. તો હવે ક્રિકટ ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યા છે કે , ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર, જે છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટેસ્ટ ટીમની બહાર હતો. હવે તેને ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમમાં સામેલ કરી શકાય છે.

Virat-Kohli,-Rohit

ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન

ઠાકુરે ઘરેલુ ક્રિકેટ અને આ સિઝનની IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તમને જણાવી દઈએ કે ઠાકુરે છેલ્લે 2023માં દક્ષિણ આફ્રિકા સામે સેન્ચુરિયન ટેસ્ટ રમી હતી. રણજી ટ્રોફીમાં મુંબઈ માટે શાર્દુલ ઠાકુર શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓમાંનો એક હતો સાથે તેણે મુંબઈ માટે રેડ-બોલ ટુર્નામેન્ટમાં 35 વિકેટ લીધી અને 505 રન બનાવ્યા છે. ઉપરાંત, IPLમાં પણ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માટે 9 મેચમાં 12 વિકેટ લીધી, અને ટીમનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો.

shardul-thakkur-3

ફરી શાનદાર પ્રદર્શન માટેની તક

એક અહેવાલ અનુસાર શાર્દુલ ઠાકુરના શાનદાર પ્રદર્શનને કારણે , લગભગ 18 મહિના પછી ટેસ્ટ ટીમમાં પાછા ફરવાની તક મળી શકે છે, જો વાત કરીએ ઇંગ્લેન્ડની પિચોની તો સામાન્ય રીતે સીમર બોલરોની તરફેણ કરે છે, તેથી ઠાકુર પાસે ફરીથી પોતાને સાબિત કરવાની સુવર્ણ તક છે. ઠાકુરે છેલ્લી વખત ઇંગ્લેન્ડમાં 2021 માં ટેસ્ટ મેચ રમી હતી. તેમણે ત્રણ ટેસ્ટમાં આઠ વિકેટ લીધી હતી અને 122 રન બનાવ્યા હતા, જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : પંજાબ-દિલ્હી રદ થયેલી મેચ પર આવી ગયો નિર્ણય, BCCIએ આપ્યું મોટું અપડેટ

બીજી તરફ, શાર્દુલ ઠાકુરના મુંબઈના સાથી શ્રેયસ ઐયરના ટેસ્ટ ટીમમાં પાછા ફરવાની શક્યતા હજુ પણ ઘણી ઓછી દેખાઈ રહી છે. તેણે ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે અને આ સિઝનમાં પંજાબ કિંગ્સ (PBKS) માટે IPLમાં પણ પ્રશંસનીય પ્રદર્શન કર્યું છે. આમ છતાં, ટીમમાં પહેલેથી જ ઘણી પ્રતિભાઓ હાજર હોવાથી તેના માટે વાપસી કરવી મુશ્કેલ બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India vs England Test series 2025 Shardul Thakur comeback cricket retirement news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ