બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ક્રિકેટજગતમાં શોકની લહેર : ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ સ્પિનરનું લંડનમાં હૃદયરોગના હુમલાથી નિધન
Priykant Shrimali
Last Updated: 06:19 AM, 24 June 2025
Dilip Doshi Died In London : ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દિલીપ દોશીનું અવસાન થયું છે. દિલીપ દોશીએ સોમવાર, 23 જૂને લંડનમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ ઘણા દાયકાઓથી લંડનમાં રહેતા હતા. પ્રાથમિક વિગતો મુજબ દિલીપ દોશીનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તેમણે 32 વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો અને માત્ર 4 વર્ષની કારકિર્દીમાં દિલીપ દોશીએ 100 થી વધુ વિકેટો લીધી. તેમણે અચાનક અને ખૂબ જ શાંતિથી ક્રિકેટથી પોતાને દૂર કરી દીધા. દિલીપ દોશીએ તેમના ક્રિકેટ કારકિર્દી પર એક આત્મકથા પણ લખી છે, જેનું નામ છે સ્પિન પંચ.
ADVERTISEMENT
The BCCI mourns the sad demise of former India spinner, Dilip Doshi, who has unfortunately passed away in London.
— BCCI (@BCCI) June 23, 2025
May his soul rest in peace 🙏 pic.twitter.com/odvkxV2s9a
દિલીપ દોશીએ ટેસ્ટમાં 100 થી વધુ વિકેટ લીધી
ADVERTISEMENT
દિલીપ દોશી ભારતના ડાબા હાથના સ્પિન બોલર હતા. તેઓ 1979 થી 1983દરમિયાન ભારતની આંતરરાષ્ટ્રીય ટીમનો ભાગ હતા. તેમણે 32 વર્ષની ઉંમરે પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે પોતાની કારકિર્દીમાં ભારત માટે 33 ટેસ્ટ અને 15 વનડે રમ્યા હતા. દિલીપ દોશીએ 33 મેચમાં 114 વિકેટ લીધી હતી. તેમણે 6 વખત 5 વિકેટ લેવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.
"The BCCI mourns the sad demise of former India spinner, Dilip Doshi, who has unfortunately passed away in London. May his soul rest in peace", tweets BCCI pic.twitter.com/Z7cXzbBI7R
— ANI (@ANI) June 23, 2025
ADVERTISEMENT
વનડેમાં પણ સફળ કારકિર્દી
દિલીપ દોશીએ પોતાની કારકિર્દીમાં 15 વનડે મેચ રમી હતી, જેમાં તેમણે 3.96 ની ઇકોનોમી સાથે બોલિંગ કરી હતી અને કુલ 22 વિકેટ લીધી હતી. આ ઉપરાંત દિલીપ દોશીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પણ રમ્યું છે. તેમણે સૌરાષ્ટ્ર, બંગાળ, બર્કશાયર અને નોટિંગહામશાયર માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : જે વિરાટ-સચિન ન કરી શક્યા, તે પંતે કરી બતાવ્યું, ઈંગ્લેન્ડમાં તોડ્યા ઘણા મોટા રેકોર્ડ
ADVERTISEMENT
દિલીપ દોશીનો પરિવાર
દિલીપ દોશીના પરિવારમાં તેમની પત્ની કાલિંદી, એક પુત્ર નયન અને એક પુત્રી વિશાખાનો સમાવેશ થાય છે. દિલીપ દોશીનો પુત્ર નયન પણ સૌરાષ્ટ્ર અને સરે માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી ચૂક્યો છે. દિલીપ દોશી એક દાયકાથી વધુ સમયથી તેમના પરિવાર સાથે લંડનમાં રહેતા હતા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.