બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / નિકોલસ પુરને મચાવ્યું ગદર, ટી20 ક્રિકેટમાં બનાવ્યો સિક્સનો મહારેકોર્ડ, બન્યો વર્લ્ડનો ચોથો બેટર
Last Updated: 12:45 AM, 25 March 2025
IPL ની દરેક સિઝનમાં ખેલાડીઓ દ્વારા અનેક નવા રેકોર્ડ બનાવવામાં આવે છે. ત્યારે લખનૌ સુપર જાયન્ટ્સના ડેશિંગ બેટ્સમેન નિકોલસ પૂરને IPL 2025 ની પહેલી જ મેચમાં ધમાકેદાર શરૂઆત કરી. દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ત્રણ છગ્ગા ફટકારીને, તેણે T20 ક્રિકેટમાં 600 છગ્ગાનો આંકડો પાર કર્યો. આ સાથે, નિકોલસ પૂરન 600 છગ્ગા ફટકારનાર વિશ્વનો ચોથો ખેલાડી બની ગયો છે. ખાસ વાત એ છે કે તેમની પહેલા આ સિદ્ધિ મેળવનારા ત્રણેય બેટ્સમેન પણ વેસ્ટ ઈન્ડિઝના જ છે. આ યાદીમાં ટોચ પર ક્રિસ ગેલ છે, જેણે 1000 થી વધુ છગ્ગા ફટકાર્યા છે.
ADVERTISEMENT
Three sixes and a drop catch Nicholas Pooran Madness 🔥🔥🔥#LSGvsDC #NicholasPooran pic.twitter.com/Qv6owm4UJv
— Indian Cricket Fc (@Jonathan_fcc) March 24, 2025
નિકોલસ પૂરને ઇનિંગ દરમિયાન 250 ના સ્ટ્રાઇક રેટ સાથે શાનદાર બેટિંગ કરી અને માત્ર 30 બોલમાં 6 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી ઝડપી 75 રન બનાવ્યા. તેની ઇનિંગ દરમિયાન વિપ્રાજ નિગમની ઓવરમાં પૂરનને જીવનદાન મળ્યું, ત્યારબાદ પૂરે પાછળ વળીને જોયું નહીં અને શાનદાર બેટિંગ કરી હતી.
ADVERTISEMENT
Pooran-ing riot in T20s since 2013 🔥 pic.twitter.com/fGIfzUTsay
— Lucknow Super Giants (@LucknowIPL) March 24, 2025
ક્રિસ ગેલે T20 ક્રિકેટમાં 1056 છગ્ગા ફટકાર્યા છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. તેમના પછી કિરોન પોલાર્ડ (908 છગ્ગા) અને આન્દ્રે રસેલ (733 છગ્ગા)નો નંબર આવે છે. હવે નિકોલસ પૂરને 600 છગ્ગાનો આંકડો પાર કરી લીધો છે.
Nicholoas Pooran completed 600 Sixes in T20s 🫡🔥
— Cricket My Dream (@Cricketmydream) March 24, 2025
📸 Getty Images#CricketGully #IPL2025 #chrisgayle #nicholaspooran #lucknowsupergiants pic.twitter.com/ROO604CSTz
વધુ વાંચો : આશુતોષ શર્માએ પલટી બાજી અપાવી જીત, વિપ્રરાજ બન્યો ગેમ ચેન્જર, દિલ્હીએ જીતી રોમાંચક મેચ
આ ઉપરાંત ભારતીય બેટ્સમેન રોહિત શર્મા 525 છગ્ગા સાથે આ યાદીમાં 8મા સ્થાને છે. નિકોલસ પૂરનની આ વિસ્ફોટક બેટિંગ IPL 2025 માં લખનૌ સુપર જાયન્ટ્સ માટે મોટી આશાઓ ઉભી કરે છે. જો તે આ જ શૈલીમાં રમવાનું ચાલુ રાખશે, તો આગામી મેચોમાં પણ તે બોલરો માટે ખતરો બની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.