બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:33 PM, 16 June 2025
આ સિઝનમાં આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે રમેલા નીતીશ રાણાએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 3 મેચ રમી છે, જેમાં બે T20 અને એક વન ડે સામેલ છે. તે જ ક્રિકેટર નીતીશ રાણાની પત્ની સાચી માર્વાહ એ બે જોડિયા પુત્રોને જન્મ આપ્યો છે. ક્રિકેટરે આ જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે. આ સિઝનમાં આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે રમેલા નીતિશ રાણાએ ટીમ ઈન્ડિયા માટે અત્યારસુધીમાં 3 મેચ રમી છે, જેમાં બે T20 અને એક વનડે સામેલ છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી
નીતીશ રાણા અને સાચી માર્વાહ એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે સાચીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો છે. સાથે તેમણે બાળકોના હાથની તસવીર પણ શેર કરી. નીતીશ અને સાચીએ ફેબ્રુઆરી 2019 માં લગ્ન કર્યા હતા. સાચી એક ઇન્ટિરિયર ડિઝાઇનર છે અને કોમેડિયન અભિષેક કૃષ્ણાની કઝિન છે.
ADVERTISEMENT
ઋષભ પંતની બહેન એ આપી શુભેચ્છા
ADVERTISEMENT
ઋષભ પંતની બહેન સહિત ઘણા ખેલાડીઓએ નીતીશ રાણાને શુભેચ્છા આપી છે. વેંકટેશ અય્યર, પિયુષ ચાવલા, રાહુલ તિવેટીયા, રમણદીપ સિંહ સહિત ઘણા ક્રિકેટર્સે નીતીશને પિતા બનવા પર શુભેચ્છા આપી છે.
ADVERTISEMENT
નીતીશ રાણાની ક્રિકેટ કારકિર્દી
ADVERTISEMENT
2021 માં આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કરનાર નીતીશએ માત્ર એક વન ડે અને બે T20 મેચ રમી છે. ત્રણેય મેચ તેમણે શ્રીલંકા સામે જુલાઈમાં રમી હતી. 1 વન ડેમાં તેમણે 7 રન અને બીજી T20 ઈનિંગ્સમાં 15 રન બનાવ્યા હતા. ત્યારપછી તેમણે કોઈ આંતરરાષ્ટ્રીય મેચ નથી રમી.
તેમણે 54 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 2954 અને 78 લિસ્ટ A મેચોમાં 2281 રન બનાવ્યા છે. IPLમાં તેમણે 3 અલગ અલગ ટીમો માટે કુલ 118 મેચ રમી છે.
ADVERTISEMENT
વધુ વાંચો: નસેડી ક્રિકેટર! દારૂ અને ગાંજો ફુંકી ફટકાર્યા 175 રન, છગ્ગાનો કર્યો હતો વરસાદ
નીતીશ એ IPL કારકિર્દીની શરૂઆત 2016 માં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતા કરી હતી. 2 સિઝન એમઆઈ માટે રમ્યા બાદ તેમણે 7 સિઝન સુધી KKR માટે રમ્યા. 2025 પહેલા KKR એ તેમને રિલીઝ કરી દીધા, જેના પછી તેમને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યા. રાજસ્થાન માટે રમેલા 11 મેચોમાં નીતીશ રાણાએ 217 રન બનાવ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.