બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Video: હેલ્મેટ વિના બેટ્સમેન ગયા બેટિંગ કરવા, અને બોલ સીધો જ મોઢા પર આવ્યો, પછી જે હાલ થયાં...!

સ્પોર્ટ્સ / Video: હેલ્મેટ વિના બેટ્સમેન ગયા બેટિંગ કરવા, અને બોલ સીધો જ મોઢા પર આવ્યો, પછી જે હાલ થયાં...!

Last Updated: 02:47 PM, 29 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sports: વેસ્ટ ઇન્ડિઝમાં ચાલી રહેલી બ્રેકઆઉટ ટી20 લીગમાં વિન્ડવર્ડ આઇલેન્ડની ટીમ તરફથી એલિક એથાનાઝ જોરદાર બેટિંગ કરી રહ્યા હતા અને 34 બોલમાં જ અડધી સદી પૂરી કરી લીધી. ત્યારે એવું કંઈક બન્યું કે ત્યાં હાજર બધા જ ડરી ગયા હતા.

ક્રિકેટમાં રોમાંચ તો હોય જ છે, પણ સાથે જ ક્યારેક ખતરો પણ ઉભો થાય છે. વેસ્ટ ઇન્ડિઝમાં ચાલી રહેલી બ્રેકઆઉટ ટી20 લીગની એક મેચમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું, જ્યાં હેલ્મેટ વગર બેટિંગ કરી રહેલા એક બેટ્સમેનના ચહેરા પર બોલ વાગી ગયો. જે બેટ્સમેન સાથે આ ઘટના ઘટી, તેનું નામ એલિક એથાનાઝ છે. લાઈવ મેચમાં જ્યારે કેરેબિયન બેટ્સમેન સાથે આ ઘટના ઘટી ત્યારે તે અડધી સદી ફટકારીને જોરદાર બેટિંગ કરી રહ્યો હતો.

ઇજાગ્રસ્ત થયા પહેલા 34 બોલમાં પૂરી કરી અડધી સદી

બ્રેકઆઉટ ટી20 લીગમાં વિન્ડવર્ડ આઇલેન્ડ અને ગુયાના રેઈનફોરેસ્ટ વચ્ચે મેચ રમાઈ રહી હતી. આ મેચમાં, વિન્ડવર્ડ આઇલેન્ડની ટીમ પહેલા બેટિંગ કરવા આવી. એલિક એથાનાઝ પણ આ ટીમ ભાગ હતા, જે ફક્ત 9 રનના સ્કોર પર ઓપનિંગ જોડી તૂટી ગયા બાદ બેટિંગ કરવા આવ્યો હતો. એથાનાઝે આક્રમક બેટિંગ દર્શાવી અને માત્ર 34 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી લીધી.

50 રનના સ્કોર પર બેટિંગ કરતા સમયે બની આ ઘટના

50 ના સ્કોર પર રમતી વખતે, એથેનાઝે સામેના સ્પિનરને જોઇને હેલ્મેટ પહેર્યું ન હતું. અને પછી તેની સાથે આ ઘટના બની. ગુયાના રેઈનફોરેસ્ટ ટીમના સ્પિનર ​​લતીફના આગલા બોલ પર શોટ મારવાના ચક્કરમાં એથાનાઝથી શોટનો સમય મિસ થયો અને બોલ સીધો તેના ચહેરા પર વાગી ગયો. બોલ વાગતાની સાથે જ એથાનાઝે તેનું મોં પકડી લીધું. સદનસીબે, તેને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી અને તે ફરીથી રમવા માટે તૈયાર થઈ ગયો. પરંતુ તે ઘટનાએ ચોક્કસ લોકોને એક ક્ષણ માટે આઘાત આપી દીધો હતો.

આ પણ વાંચો:

એથાનાઝે બનાવ્યા 91 રન

ઈજા થયા પછી તરત જ એથાનાઝે બીજા જ બોલે સિક્સર ફટકારી. તેણે પોતાના સ્કોરમાં વધુ 41 રન ઉમેર્યા. એલિક એથાનાઝે 57 બોલમાં 5 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 91* રન બનાવી અણનમ રહ્યા. તેની શાનદાર ઇનિંગ્સને કારણે વિન્ડવર્ડ આઇલેન્ડ્સે 20 ઓવરમાં 166 રન બનાવ્યા. જવાબમાં, 167 રનને ચેઝ કરતી ગુયાના રેઈનફોરેસ્ટ ફક્ત 141 રન બનાવી શકી અને 25 રનથી મેચ હારી ગઈ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cricket News Sports news Alick Athanaze
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ