બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 6,6,6,6,6,6...એક ઓવરમાં છગ્ગાનો વરસાદ, આ ખેલાડીએ જડી તોફાની શતક, જુઓ VIDEO
Last Updated: 10:11 PM, 16 March 2025
શ્રીલંકન લાયન્સે એશિયન લિજેન્ડ્સ લીગના એલિમિનેટર મેચમાં અફઘાનિસ્તાન પઠાણ ટીમને 26 રનથી હરાવ્યું. શ્રીલંકાના લાયન્સના ખેલાડી થિસારા પરેરાએ આ મેચમાં રેકોર્ડ સદી ફટકારી હતી, તેણે 36 બોલમાં અણનમ 108 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગની મદદથી ટીમે 230 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. જવાબમાં અફઘાનિસ્તાને પણ સારી બેટિંગ કરી પરંતુ માત્ર 204 રન જ બનાવી શક્યું. પ્રથમ બેટિંગ કરતા જ્યારે શ્રીલંકન લાયન્સે ત્રીજી વિકેટ ગુમાવી ત્યારે તેમનો સ્કોર 9.4 ઓવરમાં 75 રન હતો. આ પછી માવન ફર્નાન્ડોએ થિસારા પરેરાની સાથે મળીને 155 રનની રેકોર્ડ ભાગીદારી કરી. કેપ્ટન પરેરાએ 36 બોલમાં 108 રન બનાવ્યા.
ADVERTISEMENT
Skipper on duty 🤩
— FanCode (@FanCode) March 15, 2025
Thisara Perera's blistering 108* off 36 balls helped Sri Lankan Lions to put 230 on board 🔥#MPMSCAsianLegendsLeague pic.twitter.com/cE3Zw9rQJq
ADVERTISEMENT
પરેરાની આ તોફાની ઇનિંગમાં તેણે કુલ 13 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા. તેણે અયાન ખાન દ્વારા ફેંકાયેલી 20મી ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા. આ ઓવરનો પહેલો બોલ વાઈડ હતો, ત્યારબાદ થિસારા પરેરાએ સતત 3 છગ્ગા ફટકાર્યા. ત્યારબાદ પરેરાએ વાઈડ બોલ પર 2 છગ્ગા ફટકાર્યા અને છેલ્લા 2 બોલમાં આ ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા.
શ્રીલંકન લાયન્સે 230 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, જેના જવાબમાં અફઘાનિસ્તાન ફક્ત 204 રન જ બનાવી શક્યું. અફઘાનિસ્તાનના કેપ્ટન અસગર અફઘાને સૌથી વધુ 70 રન બનાવ્યા, તેમણે આ ઇનિંગ ફક્ત 31 બોલમાં રમી. તેણે 8 છગ્ગા ફટકાર્યા. શ્રીલંકન લાયન્સ આ એલિમિનેટર મેચ જીતીને ક્વોલિફાયર 2 માં પહોંચી ગયું છે.
ક્વોલિફાયર 2 પહેલા, ક્વોલિફાયર 1 આજે યોજાશે જેમાં ઇન્ડિયન રોયલ્સ અને એશિયન સ્ટાર્સની ટીમો એકબીજા સામે ટકરાશે. ઉદયપુરમાં યોજાનારી આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.