બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ઈંગ્લેન્ડ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 29 વર્ષનો ખેલાડી ભારતનો નવો કેપ્ટન

સ્પોર્ટ્સ / ઈંગ્લેન્ડ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 29 વર્ષનો ખેલાડી ભારતનો નવો કેપ્ટન

Last Updated: 09:21 PM, 16 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Tour of England 2025: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 16 મેએ ઈંગ્લેન્ડના આગામી પ્રવાસ માટે ભારત 'A' ટીમની જાહેરાત કરી દીધી છે. ભારત "A" ટીમને 30 મેમાં કેટરબરીમાં ઈંગ્લેન્ડ લાયન્સ વિરુદ્ધ બે ચાર દિવસીય મેચ રમવાની છે. આ બાદ ટીમ 13 જૂનથી બેકનહેમમાં એક 'ઇન્ટ્રા- સ્ક્વોડ' ગેમમાં પણ ભાગ લેશે.

BCCI એ શુક્રવારે ઈંગ્લેન્ડના આગામી પ્રવાસ માટે ભારત "A" ટીમની જાહેરાત કરી. ભારત "A" ટીમને 30 મેમાં કેટરબરીમાં ઈંગ્લેન્ડ લાયન્સ વિરુદ્ધ બે ચાર દિવસીય મેચ રમવાની છે. આ બાદ ટીમ 13 જૂનથી બેકનહેમમાં એક 'ઇન્ટ્રા- સ્ક્વોડ' ગેમમાં પણ ભાગ લેશે. BCCI એ 29 વર્ષના એક સ્ટાર બેટ્સમેનને આ ટીમનો કેપ્ટન બનાવ્યો છે, જ્યારે 24 વર્ષના વિકેટકીપર બેટ્સમેનને વાઇસ કેપ્ટન બનાવ્યો છે.    

આ ખેલાડીને બનાવ્યો કેપ્ટન

ઓસ્ટ્રેલીયામાં 2024-25 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સીરિઝ માટે એક ભારતીય ટીમનો ભાગ રહેલા અભિમન્યુ ઈશ્વરનને ટીમનો કેપ્ટન બનાવ્યો છે, જ્યારે ધ્રુવ જુરેલ તેની વાઇસ કેપ્ટનશીપ કરશે. રોહિત શર્મા બાદ ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ માટે દાવેદારમાંથી એક શુભમન ગિલ સાઈ સુદર્શન સાથે બીજી મેચ પહેલા 'A' માં સામેલ થશે.

કરુંણ નાયરને મળ્યું ઇનામ

કરુણ નાયર, જેમને છેલ્લી વાર 2017માં ભારત માટે ટેસ્ટ રમાશે. તેમણે 2024-25 ના ઘરેલુ સત્રમાં શાનદાર પ્રદર્શનનું ઈનામ વાપસીના રૂપે મળ્યું છે. વિદર્ભનું પ્રતિનિધિત્વ કરનાર 31 વર્ષના નાયરે વિજય હજારે ટ્રોફીમાં 8 ઇનિંગમાં 779 રન બનાવ્યા, જેમાં 5 સદી સામેલ હતી. તેમાંથી સતત ચાર મેચોમાં માત્ર બે વાર આઉટ થયા. રણજી ટ્રોફીમાં તેને 9 મેચમાં 863 રન જોડ્યા,  જેમાં કેરળ વિરુદ્ધ ફાઇનલમાં એક અડધી સદી અને એક સદી સામેલ છે. તેમના આ પ્રદર્શનના કારણે વિદર્ભમાં ખિતાબ જીત્યો. નાયરનું ટેસ્ટ ટીમમાં પાછું ફરવું લગભગ નક્કી છે.

વધુ વાંચો: જસપ્રીત બુમરાહ કે શુભમન ગિલ નહીં આ પ્લેયર બનશે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન!

BGT રમનાર આ 6 ખેલાડી પણ સામેલ

ભારત 'A' ટીમમાં 2024-25 બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભાગ લેનાર 6 ખેલાડી પણ સામેલ છે. આમાં હર્ષિત રાણા, આકાશ દીપ, સરફરાજ ખાન, યશસ્વી જાયસ્વાલ, ધ્રુવ જુરેલ અને નીતિશ કુમાર રેડ્ડી છે. આ સિવાય ઇશાન કિશનની પણ વાપસી થઈ છે, તે ભારતના રેડ બોલ ક્રિકેટ વાળી ટીમમાં આવતા-જતાં રહે છે.

Vtv App Promotion 1

આ યુવાઓને મળ્યો મોકો

ટીમમાં અમુક યુવા ચહેરાઓ પણ સામેલ છે, જેમને ઘરેલુ ક્રિકેટમાં શાનદાર રમત બતાવી છે. રણજી ટ્રોફી સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ તોડનાર વિદર્ભના હર્ષ દુબેને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય, રણજી મેચની એક ઇનિંગમાં 10 વિકેટ લેવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરનાર યુવા ઝડપી બોલર અંશુલ કંબોજને પણ તક મળી છે.

વધુ વાંચો: IPLમાં ફરી ઓરેન્જ અને પર્પલ કેપ માટે જંગ, આ ટોપ 5 ખેલાડીઓ રેસમાં આગળ

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારત 'A' ટીમ

અભિમન્યુ ઇશ્વરન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કરુણ નાયર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, શાર્દુલ ઠાકુર, ઇશાન કિશન (વિકેટકીપર), માનવ સુથાર, તનુષ કોટિયન, મુકેશ કુમાર, આકાશ દીપ, હર્ષિત રાણા, અંશુલ કંબોજ, ખલીલ  અહમદ, ઋતુરાજ ગાયકવાડ, સરફરાજ ખાન, તુષાર દેશપાંડે, હર્ષ દુબે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sports News BCCI IND vs ENG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ