બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ડે-નાઈટ ટેસ્ટ કયા સમયે શરૂ થશે? મેચ લાઈવ ક્યાં જોવી, જાણો ડિટેઈલ
Last Updated: 12:56 PM, 4 December 2024
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટની પહેલી ટેસ્ટ મેચ પર્થ સ્ટેડિયમમાં ગયા મહિને રમાઈ હતી, તો હવે 2024-25 બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ શુક્રવાર, 6 ડિસેમ્બરથી રમાશે. બંને ટીમો વચ્ચેની આ ટેસ્ટ મેચ ગુલાબી બોલથી રમાશે. આ મેચ ડે-નાઈટ ટેસ્ટ મેચ હશે. ત્યારે ચાલો જાણીએ કે આ મેચ ભારતમાં કયા સમયે લાઈવ જોઈ શકાશે.
ADVERTISEMENT
Banter check ✅
— BCCI (@BCCI) December 3, 2024
Hat check ✅
Travel day ✅#TeamIndia have arrived in Adelaide 👌 👌#AUSvIND pic.twitter.com/hRDUfOTcpf
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ એડિલેડ ઓવલ સ્ટેડિયમમાં રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ શુક્રવાર, 6 ડિસેમ્બરથી રમાશે. ભારતીય સમય અનુસાર બીજી ટેસ્ટ મેચ સવારે 9.30 વાગ્યે શરૂ થશે. મેચનો ટોસ સવારે 9 વાગ્યે થશે.
ADVERTISEMENT
ક્યાં લાઈવ જોઈ શકાશે બીજી ટેસ્ટ મેચ?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડ ઓવલ સ્ટેડિયમમાં રમાનારી બીજી ટેસ્ટ મેચ ભારતમાં ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ જોઈ શકાશે. આ સિવાય મોબાઈલ પર મેચ જોઈ રહેલા દર્શકો ડિઝની હોટસ્ટાર એપ પર આ ટેસ્ટ સ્ટ્રીમ કરી શકશે.
આ પણ વાંચો: કોણ છે આ ધનવાન ક્રિકેટર? જેની સામે કોહલી પણ પાણી ભરે! જે 70000 કરોડનો છે માલિક
આ ખેલાડીઓ પર રહેશે નજર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટમાં પાંચ ખેલાડીઓ એવા છે જેમના પ્રદર્શન પર આખી દુનિયાની નજર રહેશે. પર્થ ટેસ્ટમાં સદી ફટકારનાર વિરાટ કોહલી પાસેથી ફરી એકવાર મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખવામાં આવશે. ડે-નાઈટ ટેસ્ટમાં સદી ફટકારનાર તે એકમાત્ર ભારતીય ખેલાડી છે. આ સિવાય ટીમમાં વાપસી કરનાર રોહિત શર્મા પર પણ તમામની નજર ટકેલી છે. તેમની પાસેથી પણ સારા પ્રદર્શનની અપેક્ષા છે. ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથના પ્રદર્શન પર પણ તમામની નજર રહેશે. ઉપરાંત, જસપ્રીત બુમરાહ ગુલાબી બોલથી ઓસ્ટ્રેલિયા પર કહેર બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.