બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:48 AM, 26 March 2025
વર્લ્ડ કપ માટેની ક્વોલિફાયર મેચ બોલિવિયા અને ઉરુગ્વે વચ્ચે મંગળવારે રમાઈ હતી. અને આ મેચ ડ્રો થતાં જ વર્લ્ડ ચેમ્પિયન્સ આર્જેન્ટિનાની ટીમ ફિફા વર્લ્ડ કપ 2026 માટે સીધી ક્વોલિફાય થઈ ગઈ છે. મંગળવારે રમાયેલી ક્વોલિફાયર મેચમાં બોલિવિયા અને ઉરુગ્વે વચ્ચે ડ્રો થયા બાદ આર્જેન્ટિનાને ટુર્નામેન્ટની ટિકિટ મળી ગઈ છે.
ADVERTISEMENT
આર્જેન્ટિના ફાઇનલ માટે ક્વોલિફાઇડ
🇦🇷 Argentina have qualified for #FIFAWorldCup 26!#WeAre26
— FIFA World Cup (@FIFAWorldCup) March 25, 2025
ADVERTISEMENT
વર્લ્ડ ચેમ્પિયન્સ આર્જેન્ટિના અને લિયોનેલ સ્કેલોનીની ટીમ તેમના આગામી ક્વોલિફાયરમાં બ્રાઝિલનો સામનો કરશે. આ મેચ મંગળવારે બ્યુનોસ એરેસના એસ્ટાડિયો મોન્યુમેન્ટલમાં રમાશે. ત્યારે આ મેચ પહેલા જ આર્જેન્ટિનાએ વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. જો ઉરુગ્વે આ મેચ હારી ગયું હોત તો આર્જેન્ટિનાને બ્રાઝિલ સામે ઓછામાં ઓછા એક પોઈન્ટની જરૂર હોત. જોકે બોલિવિયા અને ઉરુગ્વે વચ્ચે ગોલ રહિત ડ્રો થતાં આર્જેન્ટિના માટે રસ્તો સરળ બન્યો છે.
વધુ વાંચો: રોમાંચક મેચમાં ગુજરાતની સલામી હાર, 244નો ટાર્ગેટ આપનાર PBKS 11 રને જીત્યું
આર્જેન્ટિના ટોપ 6 માં
આ અગાઉના ક્વોલિફાયર મેચમાં ઉરુગ્વે સામે 1-0થી જીત મેળવ્યા બાદ આર્જેન્ટિના ઓછામાં ઓછા ઇન્ટર-કન્ફેડરેશન પ્લેઓફમાં સ્થાન મેળવવાની સ્થિતિમાં હતું. આ ડ્રો પછી બોલિવિયા 14 મેચમાં 14 પોઈન્ટ સાથે ક્વોલિફાઇંગ ટેબલમાં સાતમા સ્થાને છે. જ્યારે 13 મેચમાં 28 પોઈન્ટ મેળવનાર આર્જેન્ટિનાએ હવે ટોપ-6 માં સ્થાન મેળવ્યું છે જેનાથી તેમને વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મળ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.