બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

VTV / ધર્મ / Spiritual News Know The Mahabharat History Of Gandiv Bow And Arjun Oath

ધર્મ / આ કારણે અર્જુન અને ગાંડિવ બન્યા હતા એકમેકના પર્યાય, આ રીતે પડ્યું હતું ગાંડિવ ધનુષનું નામ

Bhushita

Last Updated: 09:30 AM, 29 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંડિવ એ અર્જુનનું ધનુષ્ય હતું અને એનાથી અર્જુને કુરુક્ષેત્રમાં કૌરવોની અક્ષોહિણીઓ પર બાણોનો વરસાદ વરસાવ્યો હતો.અને આ ધનુષ્ય ધારણ કરવાના લીધે જ અર્જુન “ગાંડિવધારી” તરીકે પણ ઓળખાયો હતો. ટૂંકમાં એવું કહી શકીયે કે અર્જુન અને ગાંડિવ એ એકબીજાના પર્યાય સમાન છે એટલે કે અર્જુનને ગાંડિવ વિના ના ચાલે કે ગાંડિવને અર્જુનના હાથ વિના ન ચાલે!

  • આ કારણે વિષ્ણુ “સારંગપાણિ” તરીકે ઓળખાયા
  • ગાંડિવનો અર્થ “વ્રજની ગાંઠમાંથી બનેલ” એવો પણ થાય છે
  • જે કોઇ ગાંડિવની માગણી કરે એને હણી નાખવો.! અર્જુનની પ્રતિજ્ઞા

એક સમયે મહાપ્રતાપી એવા મહર્ષિ કણ્વએ ગાઢ અરણ્યમાં અને અત્યંત નીરવ એકલતામાં બ્રહ્માનું તપ આદર્યું. મહર્ષિ કણ્વએ ખરેખર ભયંકર તપ કર્યું હતું. એમણે તપ કરતાં કરતાં એવી સમાધિદશા મેળવી હતી કે વર્ષોનાં વર્ષો પસાર થઇ ગયાં અને એમના શરીર પર ઉધઇએ રાફડો બનાવી દીધો હતી.! અને પછી એ રાફડા પર એક વાંસ ઊગી નીકળ્યો હતો. મહર્ષિ કણ્વએ કરેલી આવી ભયંકર તપશ્વર્યાથી આખરે બ્રહ્મા પ્રસન્ન થઇ ગયા અને એણે મહર્ષિ કણ્વને અત્યંત પ્રસન્નતાથી જે માગ્યાં એ વરદાન આપ્યાં. 

આ કારણે વિષ્ણુ “સારંગપાણિ” તરીકે ઓળખાયા

જતા સમયે બ્રહ્માએ જોયું કે મહર્ષિ કણ્વના શરીર પર જે રાફડો ઊગી નીકળ્યો હતો એના પર એક વાંસ પણ ઊગી નીકળ્યો હતો. ત્યારે બ્રહ્માને વિચાર આવ્યો કે આટલા મહાન તપસ્વીની મૂર્ધા પર જે વાંસ ઊગ્યો છે એ જરા પણ જેવો તેવો કોઈ દિવસ હોય જ નહિ.! એટલે બ્રહ્માએ વાંસ કાપી લીધો અને એ વિશ્વકર્માને આપી દીધો. વિશ્વકર્મા કે જે ઓજારો અને સ્થાપત્યોના મહાન કારીગર છે એમણે એ વાંસમાંથી ત્રણ ધનુષ બનાવ્યાં – પિનાક, સારંગ અને ગાંડિવ.બ્રહ્માએ પિનાક ધનુષ ભગવાન શિવને આપ્યું કે જેથી શિવ “પિનાકપાણિ” કે “પિનાકિન”  ઓળખાયા. સારંગ ધનુષ ભગવાન વિષ્ણુને આપ્યું કે જેનાથી વિષ્ણુ “સારંગપાણિ” તરીકે ઓળખાયા અને ગાંડિવ ધનુષ સોમ [ ચંદ્ર ]ને આપવામાં આવ્યું. પછી ચંદ્રએ એ ધનુષ ઇન્દ્રને આપ્યું અને ઇન્દ્રએ વરુણદેવનો થપ્પો કર્યો અને વરુણદેવે એ ધનુષ અર્જુનને આપ્યું, પછી હંમેશાં માટે ગાંડિવ અર્જુન પાસે જ રહ્યું હતું. 

ગાંડિવનો અર્થ “વ્રજની ગાંઠમાંથી બનેલ” એવો પણ થાય છે

અર્જુને એક પ્રતિજ્ઞા લીધી હતી કે, જે એની પાસેથી ગાંડિવ માંગશે તો એને તે મારી નાખશે.! એ વાતને વર્ષો પસાર થઇ ગયાં. એક વાર મહાભારતના યુદ્ધમાં યુધિષ્ઠિર કર્ણ સામે લડતાં લડતાં ઘવાયા. કર્ણએ સારી પેટે યુધિષ્ઠિર પર પ્રહારો કર્યા. અંતે યુધિષ્ઠિરથી કર્ણનો પ્રહાર સહન ન થયો એટલે તે રણ છોડીને ભાગી ગયા. સાંજે યુદ્ધ પૂરું થયું એટલે અર્જુન છાવણીમાં આવ્યો અને જોયું કે યુધિષ્ઠિર ઘાયલ અવસ્થામાં પથારી પર પડ્યા હતાં. 

જે કોઇ ગાંડિવની માગણી કરે એને હણી નાખવો.!

કર્ણએ યુધિષ્ઠિરને ઘા માર્યા હતા એમાં અસહ્ય વેદના થઇ રહી હતી. અર્જુનને જોઇને આ વેદનાનો ગુસ્સો યુધિષ્ઠિરે તેમના પર ઉતાર્યો. તેમણે અર્જુનને ધમકાવ્યા અને કહ્યું કે –“હું અહીં અસહ્ય વેદનાથી પીડાઈ રહ્યો છું અને તું હજી કર્ણને મારી નથી શક્યો ? એના માર્યા વિના કેમ પાછો આવ્યો ? ધિક્કાર છે તારી શુરવીરતા ઉપર અને તારા આ ગાંડિવ પર.! એના કરતાં તું એક કામ કર; ગાંડિવ બીજા કો’કને આપી દે.!”યુધિષ્ઠિરે માગણી કરી કરી કે અર્જુનના ગાંડિવને બીજાને આપી દો.! અર્જુન તો એની પ્રતિજ્ઞા સામે સાવ લાચાર હતો.” જે કોઇ ગાંડિવની માગણી કરે એને હણી નાખવો.!” 

અજુને યુધિષ્ઠિર પાસે માફી માંગી

કમને અર્જુન તલવાર ઉપાડે છે અને યુધિષ્ઠિર પર વાર કરવા જાય છે ત્યાં તો કૃષ્ણ આડા ફરે છે અને જણાવે છે કે, કોઇ પણ વ્યક્તિને મારવો એના કરતાં તો એના વિશે ખરાબ બોલવામાં આવે,એની નિંદા કરવામાં આવે એ બધું એ વ્યક્તિની હત્યા કરી એવું જ કહેવાય.! એટલે અર્જુન યુધિષ્ઠિર વિશે મન ફાવે એવું બોલ્યા કરે અને એવી રીતે યુધિષ્ઠિરને મારે છે.! પરંતુ પછીથી અર્જુન પોતે યુધિષ્ઠિર પાસે જઇને પોતે કહેલાં વેણ માટે માફી પણ માગે છે.! ગાંડિવનો અર્થ “વ્રજની ગાંઠમાંથી બનેલ” એવો પણ થાય છે. ”ગાંડિ” એટલે “ગાંઠ” અને એના પરથી “ગાંડિવ” શબ્દ આવ્યો છે એવું કહેવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ