Spiderman Just 15 seconds this man climbed a three floor building
OMG ! /
આ સ્પાઇડર મેન નહી તો બીજુ કોણ ? 15 સેકન્ડમાં જ ચઢી ગયો 3 માળની ઇમારત,જુઓ વીડિયો
Team VTV06:22 PM, 09 Feb 22
| Updated: 09:52 AM, 10 Feb 22
બુલ્ગારિયાના ફાયર ફાઇટરની ટ્રેનિંગનો વીડિયો જોઇને લોકોએ કરી પ્રશંસા, લોકો સ્પાઇડરમેન સાથે કરી રહ્યા છે સરખામણી
સ્પાઇડર મેને સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ
ખતરનાક સ્ટંટ જોઇને દંગ રહી જશો
15 સેકન્ડમાં 3 માળની બિલ્ડીંગ ચઢી ગયો
સુપરમેન, સ્પાઇડરમેન અને બેટમેનને કાર્ટૂન અને ફિલ્મોમાં આપણે જોઇએ છીએ. પરંતુ શું તમે કદી સ્પાઇડરમેનને રીયલમાં જોયો છે ખરો. તમારો જવાબ ના જ હશે. પરંતુ આજે તમને એક એવો વીડિયો બતાવીશું જે જોઇને તમે કહેશો કે અરે આ તો સાચે જ સ્પાઇડર મેન છે. એક એવી જગ્યા છે જ્યાં સ્પાઇડરમેનના કરતબ જોઇને તમે આશ્ચર્ય ચકિત થઇ જશો. સોશિયલ મીડિયામાં આ વીડિયો હાલમાં ધૂમ મચાવી રહ્યો છે. ત્યારે જાણીએ આ વીડિયો ક્યાં નો છે અને કોણ છે સ્પાઇડરમેન.
ખતરનાક સ્ટંટ કરતો "સ્પાઇડરમેન "
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં એક શખ્સ દોડતો હાથમાં સીડી લઇને આવે છે અને આંખના પલકારામાં જ બિલ્ડીંગ પર ચઢી જાય છે. આ શખ્સ બીજુ કોઇ નહી પરંતુ બુલ્ગારિયાનો ફાયર ફાઇટર છે. વીડિયોમાં આ શખ્સની હિંમત અને સ્પીડ જોઇને લોકો તેના વખાણ કરી રહ્યા છે. તેનુ નામ જ્યોર્જ છે. ઇન્ટરનેટ પર વીડિયો વાયરલ થતા યુઝર્સે તેને સ્પાઇડર મેન નામ આપ્યુ છે. મહત્વનુ છે કે આગની ઘટના બને ત્યારે ફાયરના કર્મીઓ જીવની પરવાહ કર્યા વિના લોકોને બચાવવા દોડી જાય છે. ત્યારે આ ફાયર ફાઇટર પોતાની ફરજના ભાગરુપે આ કામગીરી કરી રહ્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો.
સોશિયલ મીડિયાનો સ્પાઇડરમેન જ્યોર્જ
ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર જ્યોર્જની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ વીડિયો જોયા પછી એક યુઝરે લખ્યું, 'ખરેખર, આ વ્યક્તિએ 'સ્પાઈડર મેન'ની ભૂમિકા ભજવવી જોઈએ. આ પહેલા ન્યૂયોર્કના એક ફાયર ફાઈટરનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે ફિલ્મી સ્ટંટની જેમ ટ્રેનિંગ પૂરી કરી રહ્યો હતો.