બ્રેકિંગ ન્યુઝ
Vishal Khamar
Last Updated: 12:04 AM, 4 April 2023
ADVERTISEMENT
આ વર્ષે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદના કારણે તેની સીધી સર મસાલા બજાર પર જોવા મળી મળી રહી છે. આ વર્ષ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક બગડી જવાથી મરચાના ભાવ પણ બમણા થઈ ગયા છે. ત્યારે જેતપુરમાં મરચા સહિત મસાલાનાં ભાવ એકાએક ઉંચકાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જવા પામ્યું છે. ત્યારે જે મરચું ગયા વર્ષે 200થી અઢીસો રૂપિયામાં મળતું હતુ તે આ વર્ષે પ્રતિકિલો ત્રણસોથી ચારસો રૂપિયા મોંઘું થઈ ગયું છે. જેના કારણે તેની સીધી અસર ખરીદી પર જોવા મળી રહી છે.
ADVERTISEMENT
મસાલાના ભાવમાં દોઢગણો વધારો
આખા વર્ષના મસાલા ભરવાની હાલ સિઝન ચાલી રહી છે. પરંતુ ગૃહિણીઓ મુંઝાઈ રહી છે. કારણ કે અત્યારે મરચાના ભાવની તીખાસ ડબલ થઈ ગઈ છે. ત્યારે આમદની અઠ્ઠની અને ખર્ચા રૂપૈયા જેવો ઘાટ સર્જાયો છે. અન્ય મસાલાની વાત કરીએ તો હળદળ, જીરું, ધાણા રાઈ સહિતના મસાલાના ભાવમાં દોઢગણો વધારો થઈ ગયો છે..જેની અસર ઘરાકી ન મળવાના કારણે વેપારીઓ પર પણ પડી રહી છે.
જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો
આમ, હાલ જે રીતે દૂધ, ગેસ, અને હવે મસાલા જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે..પરંતુ મોટાભાગના લોકોની આવકમાં કોઈ વધારો થયો નથી.ત્યારે મોંઘવારીથી ત્રસ્ત લોકો એવું ઈચ્છી રહ્યા છે કે, મોંઘવારી કાબૂમાં લેવા માટે સરકારે કોઈ પગલાં ઉઠાવવા જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.