બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / વધારે તીખું ખાવાના શોખીનો ચેતજો! હાઈ બ્લડ પ્રેશર સહિત આ સ્વાસ્થ્ય સમસ્યાનો ખતરો

આરોગ્ય / વધારે તીખું ખાવાના શોખીનો ચેતજો! હાઈ બ્લડ પ્રેશર સહિત આ સ્વાસ્થ્ય સમસ્યાનો ખતરો

Last Updated: 09:19 PM, 29 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં તીખું ભોજન ખાનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે, પરંતુ આવી ખાવાની આદતો ઘણી વખત ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે

Bitter Foods Side Effects: ભારતમાં તીખું ભોજન ખાનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે, પરંતુ આવી ખાવાની આદતો ઘણી વખત ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે, પરંતુ તેને લિમિટમાં ખાવું જરૂરી છે.

મસાલેદાર તીખો ખોરાકએ ભારતીય ભોજનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, સામાન્ય રીતે આપણે દાળથી શરૂ કરીને તમામ પ્રકારની વાનગીઓ બનાવવામાં લાલ મરચાનો તડકો લગાવવાનું પસંદ કરીએ છીએ. આ સાથે જ આપણા રસોડામાં લાલ મરચાંના પાવડરનો ઘણો ઉપયોગ થાય છે, પરંતુ તીખી વસ્તુઓનો ઉપયોગ મર્યાદિત માત્રામાં જ કરવો જોઈએ કારણ કે જો તેનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

શા માટે વધારે તીખુ ખાવું ન જોઇએ?

ઇનડાઇજેશન

વધુ તીખું ખાવાથી પાચનતંત્રમાં તકલીફ થઈ શકે છે. તેનાથી અપચો, ગેસ અને પેટની સમસ્યા થઈ શકે છે. પાચન તંત્રને સ્વસ્થ રીતે કાર્ય કરવામાં મદદ કરવા માટે તીખા ભોજનના વપરાશને મર્યાદિત કરવો મહત્વપૂર્ણ છે.

માનસિક સમસ્યાઓ

વધુ પડતો તીખો ખોરાક ખાવાથી માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. આનાથી વધુ તણાવ, ચિંતા અને બેચેની થઈ શકે છે. તીખુ ભોજન કાળજીપૂર્વક સેવન કરવાની સલાહ આપવામાં આવે છે જેથી તેની માનસિક સ્વાસ્થ્ય પર કોઈ આડઅસર ન થાય.

heart-attack_VQEuhqH

હાઈ બ્લડ પ્રેશર

તીખા ભોજનમાં વધુ મીઠું અને મસાલા હોય છે, જેના કારણે લોહી વધી શકે છે, જો તમે પહેલાથી જ હાઈ બીપીના દર્દી છો તો મરચાં અને મસાલાનું સેવન ઓછું કરો, નહીં તો લાંબા ગાળે હૃદયની બીમારીઓ થઈ શકે છે.

શુષ્ક ત્વચા

તીખા ભોજનના વધુ પડતા સેવનથી ત્વચાની નમી ઓછી થઈ શકે છે, જેનાથી શુષ્કતા અને ત્વચાની સમસ્યા થઈ શકે છે. તેથી મિર્ચ મસાલા મર્યાદિત માત્રામાં જ ખાવામાં શાણપણ છે.

Website_Ad_1200_1200_3.width-800

આ પણ વાંચોઃ મહિલાઓને 40ની ઉંમર પછી હાર્ટ એટેકનો વધારે ખતરો, આ ચાર કારણો જવાબદાર

વજનમાં વધારો

વધુ માત્રામાં તીખો અને મસાલેદાર ખોરાક ખાવાથી વજન વધી શકે છે. આનું કારણ એ છે કે તેમાં વધુ કેલરી હોય છે અને તે ખાધા પછી તમને વધુ ભૂખ લાગી શકે છે.

પાઇલ્સ

તમે જોયું હશે કે જે લોકો વધુ પડતાં તીખો ખોરાક ખાય છે તેમને ઘણીવાર પાઈલ્સ થાય છે. જેથી મસાલેદાર વસ્તુઓ ખાવાનું ઓછું કરવું સારુ રહેશે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

health Tips Bitter Foods Side Effects red chilli
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ