spicy food is not always bad it has some benefits as well
હેલ્થ /
વજન ઘટાડવાથી લઈને અનેક બીમારીમાં મદદ કરે છે તીખું અને મસાલેદાર ફૂડ, જાણીને લો લાભ
Team VTV10:09 AM, 15 Feb 21
| Updated: 11:31 AM, 15 Feb 21
તીખા અને મસાલેદાર ભોજનના નુકસાન તો છે પણ સાથે તેને સીમિત પ્રમાણમાં લેવાય તો તેનાથી ફાયદો પણ થાય છે.
તીખું અને મસાલેદાર ખાવાનું આપે છે અનેક ફાયદા
વજન ઘટવાથી લઈને અનેક બીમારીમાં કરે છે મદદ
ઈન્ફ્લેમેશન અને ડિપ્રેશન કંટ્રોલમાં રહે છે
શું તમે પણ એ લોકોમાં આવો છો જે લીલા મરચા વિના ખાવાનું ખાતા નથી. તીખી પાણીપુરી, રાજમા અને છોલે તમારા ફેવરિટ છે તો જાણો તમને કયા ફાયદા મળી શકે છે. આમ તો તીખું અને મસાલેદાર ભોજન હેલ્થ માટે નુકસાન કરે છે પણ તેના કેટલાક ફાયદા પણ છે. તો જાણો સીમિત પ્રમાણમાં કરાતું તીખું ભોજન તમને શું ફાયદો આપી શકે છે.
વેઇટ લોસમાં પણ કરે છે મદદ
અનેક સ્ટડીમાં સાબિત થયું છે કે કાળા મરી, હળદર, તજ અને મસાલા શરીરમાં મેટાબોલિક રેટને વધારે છે અને ભૂખ ઘટાડે છે. તેનાથી વજન ઘટવામાં મદદ મળે છે. હળદરને લઈને અનેક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે તે ફેટ ટિશ્યૂનો ગ્રોથ ઘટાડે છે. આ સાથે મસાલા કેલેરીનું પ્રમાણ ઘટાડે છે જેથી વજન ઘટે છે.
કેન્સરથી બચવામાં કરે છે મદદ
ચિલી પેપર એટલે કે મરચાનું કેપ્સેસિન એક્ટિવ કોમ્પોનન્ટ મળે છે જે કેન્સર કોશિખાને ધીમી કરે છે અને કેન્સરને વધવાથી અટકાવે છે. કેપ્સેસિન પ્રોસ્ટેટ કેન્સરની કોશિકાનો ગ્રોથ રોકે છે અને ફાયદો કરે છે.
ઈન્ફેક્શનથી બચાવે છે મસાલા
જીરું અને હળદર જેવા મસાલા એન્ટીઓક્સીડન્ટ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી માઈક્રોબિયલ પ્રોપર્ટીઝ ધરાવે છે. તેનાથી શરીરના હાનિકારક બેક્ટેરિયા સામે લડવામાં મદદ મળે છે. આવું કરવાથી ઈન્ફેક્શન અને બીમારીને દૂર કરવામાં મદદ મળે છે.
ઈન્ફ્લેમેશનથી લડે છે મસાલા
હળદર, આદુ અને લસણ જેવા મસાલામાં એન્ટી ઇન્ફ્લેમટરી પ્રોપર્ટી હોય છે જેની સાાથે સદીઓથી આયુર્વેદમાં આર્થરાઈટિસ, માથું દુઃખવું, જીવ મિચલાવવો, ઓટોઈમ્યુન બીમારીની સારવાર થી રહી છે.
ડિપ્રેશન રહે છે કંટ્રોલમાં
તીખું અને મસાલેદાર ભોજન ખાવાથી શરીરમાં સેરોટોનિન એટલે કે ફીલ ગુડ હોર્મોન વધે છે. તેનાથી સ્ટ્રેસ અને ડીપ્રેશન કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. આ સિવાય બ્લડ શુગરને સામાન્ય રાખવામાં મદદ કરે છે.
મસાલેદાર ભોજનના આ છે નુકસાન
વધારે મસાલેદાર ભોજનથી ભૂખ મરી જાય છે અને તાવ આવવાની સાથે પેઢામાં બળતરા અને નાકથી લોહી નીકળવાની સમસ્યા રહે છે.
મરચા અને મસાલા વાળા ખોરાક ર્ભવતી મહિલાઓ અને પાઈલ્સના રોગીઓએ ન ખાવા.
તીખું ભોજન ટેસ્ટ બડને નુકસાન કરે છે અને શ્વાસની દુર્ગંધની સમસ્યા થઈ શકે છે.
વધારે મસાલેદાર ખોરાકથી પેટમાં અલ્સર અને એસિડીટીની સમસ્યાઓ થઈ શકે છે.