spg amendment bill introduces in lok sabha by home minister amit shah
બિલ /
દેશના તમામ VVIPની SPG સુરક્ષા હટાવાઈ, હવે માત્ર આ લોકોને જ મળશે
Team VTV04:33 PM, 27 Nov 19
| Updated: 04:46 PM, 27 Nov 19
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં SPG સંશોધન બિલ લોકસભામાં રજુ કર્યું છે. ગૃહ મંત્રીએ તેની જોગવાઇ વિશે બતાવતા કહ્યું કે સંશોધન મુજબ SPG સુરક્ષા વડાપ્રધાન અને તેમના પરિવારજનોને જ આપવામાં આવશે. આ ઉપરાંત તેમના પરિવારજનોને પણ આ સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે સત્તાવાર રીતે પીએમ સાથે તેમના આવાસમાં રહેતા હોય.
ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં SPG સંશોધન બિલ લોકસભામાં રજુ કર્યું
ગૃહ મંત્રીએ કહ્યું, સંશોધન મુજબ SPG સુરક્ષા વડાપ્રધાન અને તેમના પરિવારજનોને જ આપવામાં આવશે
SPG સંશોધન બિલ પર ચર્ચા કરતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા
ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાનોને પણ પદ છોડ્યા બાદ 5 વર્ષ સુધી SPG સુરક્ષા આપવામાં આવશે. બિલ પર ચર્ચા કરતા કોંગ્રેસે તેના પર સવાલ ઉઠાવ્યા.
કોંગ્રેસનો પક્ષ રાખતા પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીએ કહ્યું કે નક્કી પ્રક્રિયાના આધાર પર ખતરાનું આકલન કરવામાં આવે છે. અને તેના મુજબ જ તમામ લોકોને સુરક્ષા આપવામાં આવે છે. તેઓએ કહ્યું કે આ બિલમાં પૂર્વ વડાપ્રધાનોને માત્ર 5 વર્ષ માટે જ SPG સુરક્ષા આપવાની વાત છે. તિવારીએ સવાલ ઉઠાવતા કહ્યું કે આખરે કેવી રીતે જાણવા મળશે કે જે વ્યક્તિને હમલા સુધી ખતરો હતો તેને હવે નથી. તેઓએ મહાત્મા ગાંધી, અબ્રાહણ લિંકન, બેઅંત સિંહ, ઇન્દિરા ગાંધીની હત્યાનું ઉદાહરણ આપ્યું.
Union Home Minister Amit Shah, in Lok Sabha: SPG cover will also be given to a former Prime Minister and his family, living at a residence allotted by the government, for a period of 5 years. (2/2) pic.twitter.com/Bzn9NjH4qH
મનીષ તિવારીએ કહ્યું કે આખરે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પૂર્વ પીએમ મનમોહન સિંહને લઇને ખતરમાં એવો શું ઘટાડો આવ્યો કે સુરક્ષા પાછી લેવામાં આવી ગઇ. તિવારીએ કહ્યું, આ જે ખતરાના આકલનની પ્રક્રિયા છે, એ બહુ જ સબજેક્ટિવ પ્રક્રિયા છે. ગૃહમાં એવા ઘણા સભ્યો છે, જેમને સરકારે સુરક્ષા આપી છે.
તેઓએ પોતાનું જ ઉદાહરણ આપતા કહ્યું કે, '1984માં આંતકીઓએ જ્યારે મારા પિતાની હત્યા કરી તો અમને સુરક્ષા આપવામાં આવી. 1990માં સરકાર બદલાઇ અને રાત્રે જ સુરક્ષા ગાયબ થઇ ગઇ. ફરી 1991માં સરકાર બદલાઇ તો સુરક્ષા પાછી મળી. એવા ઘણા સદસ્ય હશે, જેમનો આવો જ અનુભવ રહ્યો હશે. ખતરાના આકલનની પ્રક્રિયા પૂર્ણ રીતે રાજનૈતિક છે.'
કોંગ્રેસના લીડરે કહ્યું કે જ્યારે પીએમ કોઇ સંવેદનશીલ નિર્ણય લે છે તો તેઓની સુરક્ષા એટલી કડક હોવી જોઇએ કે કોઇ વ્યક્તિ તેમને કોઇપણ પ્રકારની હાની ન પહોંચાડી શકે. એવામાં જો તે પદ પરથી હટી જાય છે તો શું તે પડકાર ખતમ થઇ જાય છે.