બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / 'મારુ સ્પર્મ લઈ લો અને ફ્રીમાં IVF કરાવો', ટ્રેલિગ્રામના CEOનું એલાન ચર્ચાનો વિષય, શરત પણ રાખી
Last Updated: 02:39 PM, 13 November 2024
ટેલિગ્રામના સીઇઓ પાવેલ દુરોવ ફરી એકવાર લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યા છે. એમને મહિલાઓને મફત આઈવીએફ ઓફર કરી છે પરંતુ આ માટે એક શરત છે. મહિલાની ઉંમર 37 વર્ષથી ઓછી હોવી જોઈએ અને મહિલાએ પાવેલના સ્પર્મનો જ ઉપયોગ કરવાનો રહેશે.
ADVERTISEMENT
Billionaire Pavel Durov Offering Free IVF To Women Willing To Have His Baby https://t.co/rsThgGEutR pic.twitter.com/3ifdUFNWK0
— Forbes (@Forbes) November 13, 2024
આ પહેલ માટે, દુરોવે ટોચની ફર્ટિલિટી ક્લિનિક સાથે મળીને કામ કરશે અને આ ક્લિનિક મહિલાઓ માટે ફ્રી IVF (ઈન વિટ્રો ફર્ટિલાઇઝેશન) પ્રદાન કરશે જે તેના સ્પર્મનો ઉપયોગ કરશે. તેનો અર્થ એ કે દુરોવ માત્ર સ્પર્મ ડોનેટ નહીં કરે પણ તે IVF પ્રોસેસનો સંપૂર્ણ ખર્ચ પણ ઉઠાવશે.
ADVERTISEMENT
દુરોવે એકવાર તેની ટેલિગ્રામ ચેનલ પર સ્પર્મ ડોનેશન વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે તેના 100 થી વધુ બાયોલોજીકલ બાળકો છે. જો કે એમને ક્યારેય લગ્ન કર્યા નથી પણ તે છેલ્લા 15 વર્ષથી સ્પર્મ ડોનેટ કરે છે.
વધુ વાંચો:
દુરોવે જણાવ્યું કે કેવી રીતે 15 વર્ષ પહેલા તેના એક નજીકના મિત્રએ તેને સ્પર્મ ડોનેટ કરવાનું કહ્યું કારણ કે તેની પત્ની ગર્ભ ધારણ કરી શકતી ન હતી. રિપોર્ટ અનુસાર, દુરોવે અત્યાર સુધીમાં 12 દેશોના 100 થી વધુ પરિવારોને સ્પર્મ ડોનેશન દ્વારા મદદ કરી છે. દુરોવ સમજાવે છે કે તંદુરસ્ત સ્પર્મનો અભાવ વિશ્વભરમાં એક ગંભીર મુદ્દો બની ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.