બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પર્યુષણ પર્વ નિમિત્તે પશ્ચિમ રેલવેનો મોટો નિર્ણય, આ તારીખે પાલિતાણાથી બાંદ્રા વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન
Last Updated: 10:44 AM, 5 September 2024
Western Railway : પર્યુષણ પર્વ નિમિત્તે પશ્ચિમ રેલવેનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વાસ્તવમાં પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને પાલિતાણા વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાશે. બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સ્પેશિયલની ટ્રિપ્સ લંબાવવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને સમાવવા માટે બાંદ્રા ટર્મિનસ અને પાલીતાણા વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે. આ સાથે જ બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટ્રિપ્સ હાલના દિવસો, સમય, સ્ટોપેજ વગેરે સાથે લંબાવવામાં આવી છે.
ADVERTISEMENT
આ તારીખે પાલિતાણાથી બાંદ્રા વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન
ADVERTISEMENT
પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 09121/09122 બાંદ્રા ટર્મિનસ-પાલિતાણા સ્પેશિયલ ટ્રેન નંબર 09121 બાંદ્રા ટર્મિનસ-પાલીતાણા સ્પેશિયલ શુક્રવાર 6 સપ્ટેમ્બરના રોજ બાંદ્રા ટર્મિનસથી 14.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 6.00 કલાકે પાલીતાણા પહોંચશે. આ સાથે ટ્રેન નંબર 09122 પાલિતાણા-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ રવિવારના 8 સપ્ટેમ્બર રોજ 21.00 કલાકે પાલીતાણાથી ઉપડશે અને બીજા દિવસે 11.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ છે.
બાંદ્રા ટર્મિનસ-ભાવનગર (સાપ્તાહિક) સ્પેશિયલની ટ્રિપ્સ નું વિસ્તરણ
ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સ્પેશિયલની ટ્રિપ્સ 27 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલની ટ્રીપ્સ 26 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09121 અને 09122 માટે બુકિંગ શરૂ થઈ ગયું છે જ્યારે ટ્રેન નંબર 09207 અને 09208ની લંબાવવામાં આવેલ ટ્રિપ્સ માટે બુકિંગ 6 સપ્ટેમ્બરથી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઇઆરસીટીસી ની વેબસાઇટ પર શરૂ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.