બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / વિશ્વ / Olympics 2024 / પેરિસ ઓલિમ્પિકની સુરક્ષામાં ભારત કરશે મદદ, સ્પેશિયલ K-9 યુનિટની ડોગ સ્ક્વોડને વિશેષ જવાબદારી
Last Updated: 02:18 PM, 18 July 2024
Paris Olympics 2024 : 26 જુલાઈથી શરૂ થઈ રહેલી પેરિસ ઓલિમ્પિક ગેમ્સ (Paris Olympics 2024) માં યજમાન ફ્રાંસ માટે સૌથી મોટો મુદ્દો સુરક્ષાનો છે. ફ્રાન્સની સરકારે આ માટે તૈયારી કરી લીધી છે અને ખાસ વાત એ છે કે પેરિસ ઓલિમ્પિકની સુરક્ષામાં ભારત પણ સહયોગ કરી રહ્યું છે. તાજેતરમાં જ ભારતની 10 સભ્યોની વિશેષ સુરક્ષા ટીમ પેરિસ પહોંચી હતી. તેનું નામ K-9 યુનિટ છે અને તે એક ખાસ SWAN ટીમ છે, જે પેરિસ ઓલિમ્પિક દરમિયાન ફ્રાન્સ સાથે મળીને ગેમ્સની સુરક્ષા સંભાળશે. ફ્રાન્સમાં ભારતીય રાજદૂત જાવેદ અશરફે ટીમનું સ્વાગત કર્યું હતું.
ADVERTISEMENT
વિસ્ફોટક પદાર્થો શોધવામાં નિપુણતા
ફ્રાન્સના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતના K-9 યુનિટ સિવાય વિશ્વભરમાંથી લગભગ 40 મિલિટરી શ્વાન યુનિટને સુરક્ષામાં મદદ માટે ફ્રાન્સ બોલાવવામાં આવ્યા છે. આ SWAN એકમોનો ઉપયોગ વિસ્ફોટક પદાર્થોને શોધવા માટે સુરક્ષા ટીમોને ખતરાનો સામનો કરવામાં મદદ કરવા માટે કરવામાં આવશે. આ એકમો સમગ્ર ફ્રાન્સમાં મહત્વપૂર્ણ સ્થળોએ તૈનાત કરવામાં આવશે.
ADVERTISEMENT
Proud to meet 10-member K-9 unit from 🇮🇳, for a month in Paris to support 🇫🇷 Security for #ParisOlympics2024.
— Jawed Ashraf (@JawedAshraf5) July 15, 2024
Our K-9 stars & handlers doing well after travel from India; quickly on the job for 🇫🇷National Day.
Got a nice handshake, too!
One example of 🇮🇳🇫🇷security cooperation! pic.twitter.com/tOfPfyXGwd
આતંકવાદી હુમલાનો ખતરો
પેરિસ ઓલિમ્પિક ગેમ્સ પર આતંકવાદી હુમલાનો ખતરો છે. પેરિસના પોલીસ વડા લોરેન્ટ નુનેઝે સુરક્ષાની ચિંતાઓ પર જણાવ્યું હતું કે: અમે આતંકવાદ, ખાસ કરીને ઇસ્લામિક આતંકવાદ તેમજ કટ્ટરપંથી પર્યાવરણવાદીઓ, ડાબેરીઓ, ઉગ્રવાદીઓ અને પેલેસ્ટાઈન તરફી ચળવળો આ ગેમ્સ દરમિયાન નુકસાન પહોંચાડી શકે તેવા ખતરા અંગે ચિંતિત છીએ.
વધુ વાંચો : પુરીના જગન્નાથ મંદિરનો ખુલ્યો ખજાનો, જુઓ રત્ન ભંડારમાંથી શું-શું નીકળ્યું
લગભગ એક લાખ સૈનિકો ગેમ્સનું રક્ષણ કરશે
પેરિસ ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન લગભગ એક લાખ સૈનિક સુરક્ષાની જવાબદારી સંભાળશે. જેમાં પોલીસ અને સેનાના સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે. સીન નદી પર યોજાનાર ઉદ્ઘાટન સમારોહ દરમિયાન 30 હજાર પોલીસ અધિકારીઓ ઉપરાંત 45 હજાર સશસ્ત્ર પોલીસકર્મીઓ તૈનાત રહેશે. 18 હજાર આર્મી જવાનો ઉપરાંત સેંકડો ડ્રોન પણ પેરિસના દરેક ખૂણે-ખૂણે સુરક્ષા પૂરી પાડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.