ફીચર / નવા વર્ષે WhatsAppમાં આવવાના છે આવા જબરદસ્ત ફીચર્સ, યુઝર્સને પડી જશે મજા

Special features coming in WhatsApp on New Year 2021 you can join even if you miss group video call

વર્ષ 2020માં વોટ્સએપમાં કેટલાક નવા ફીચર્સ એડ થવાના છે. કોરોના મહામારીને કારણે લોકો વીડિયો કોલિંગ, ગ્રુપ કોલ અને ઓફિસના કામને લઈને સૌથી વધુ વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યાં છે. હવે નવા વર્ષ એટલે કે 2021માં વોટ્સએપ એન્ડ્રોઈડ અને આઈઓએસ એપમાં કેટલાક નવા ફીચર્સ જોડવાનું છે. વોટ્સએપ બીટા વર્ઝનમાં યુઝર્સની જરૂર પ્રમાણે ઘણાં નવા ફીચર્સનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં વોટ્સએપ ગ્રુપ કોલ મિસ થઈ ગયા બાદ પણ કોલમાં જોડાવા માટે મહત્વના ફીચર્સ સામેલ થવાના છે. નવા ફીચર્સના આવવાથી વર્ક ફ્રોમ હોમ કરનારા લોકોને સરળતા રહેશે. સાથે જ અન્ય યુઝર્સને પણ તેને ફાયદો મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ