બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / special darshan charge kedarnath badrinath temple committee meeting

નિર્ણય / કેદારનાથ-બદ્રીનાથમાં સ્પેશ્યલ દર્શન માટે આપવા પડશે આટલા રૂપિયા; કમિટીની મીટિંગ લેવાયા મોટા નિર્ણય

Pravin Joshi

Last Updated: 10:51 AM, 28 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે કેદારનાથ અને બદ્રીનાથના વિશેષ દર્શન માટે 300 રૂપિયા આપવા પડશે. તેની જાહેરાત શ્રી બદ્રીનાથ-કેદારનાથ ટેમ્પલ કમિટીએ કરી છે.

  • કેદારનાથ-બદ્રીનાથમાં સ્પેશ્યલ દર્શન ચાર્જ નક્કી કરાયો
  • કમિટીની મીટિંગ લેવાયા મોટા નિર્ણય
  • સ્પેશયલ દર્શન માટે 300 રૂપિયા ચૂકવવા પડશે 

શ્રી બદ્રીનાથ-કેદારનાથ ટેમ્પલ કમિટીએ જાહેરાત કરી કે, કેદારનાથમાં 100 કિલોગ્રામના ત્રિશૂળની સ્થાપના કરાશે. તેની સાથે જ પ્રોટોકોલની વ્યવસ્થા ટેમ્પલ કમિટીના કર્મચારી જ જોશે. BKTCએ છેલ્લા કેટલાક દિવસોમાં દેશના 4 મુખ્ય મંદિર તિરૂપતિ બાલાજી, શ્રી વૈષ્ણોદેવી, શ્રી મહાકાલેશ્વર અને શ્રી સોમનાથ મંદિરમાં પૂજા, દર્શનની વ્યવસ્થાઓ સંચાલનની સ્ટડી માટે 4 ટીમો મોકલી હતી. ટીમના રિપોર્ટના આધારે BKTCએ બદ્રીનાથ અને કેદારનાથ મંદિરમાં દર્શન માટે આવનારા તમામ પ્રકારના VIPથી વિશેષ દર્શન અને પ્રસાદ માટે પ્રતિ વ્યક્તિ 300 રૂપિયા ચાર્જ નક્કી કરાયો છે.

BKTCના કેનાલ રોડ સ્થિત કાર્યાલયમાં અધ્યક્ષ અજેન્દ્ર અજયની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં બજેટને બોર્ડ સમક્ષ રખાયું. BKTCની બોર્ડ બેઠકમાં આગામી નાણાકીય વર્ષ 2023-24 માટે 76,25,76,618 રૂપિયા બજેટ ફાળવવામાં આવ્યું છે. તેની સાથે જ બોર્ડ બેઠકમાં આગામી કામગીરી માટે પણ વિસ્તૃત કાર્ય યોજનાને મંજૂરી આપી દેવાઈ. BKTCના મુખ્ય કાર્ય અધિકારી યોગેન્દ્રસિંહે બજેટ રજૂ કરતા કહ્યું કે, બદ્રીનાથ માટે 3990,57,492 કરોડ અને કેદારનાથ માટે 36,35,19,126 કરોડ આઉટલે પ્રસ્તાવિત છે.

કેદારનાથ ધામમાં લાગશે 100 કિલોનું ત્રિશૂલ

કેદારનાથમાં 100 કિલોગ્રામના અષ્ટધાતુનું ત્રિશૂલ લગાવવામાં આવશે. તેની સાથે જ માર્કન્ડેય મંદિર મક્કૂમઠના મંડપનો જીર્ણોદ્ધાર પણ કરાશે.

સંકળાયેલા મુદ્દાઓ

Badrinath Kedarnath કેદારનાથ બદ્રીનાથ kedarnath
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ