ભારતમાં ગઝલનું નામ આવે ત્યારે દિવંગત જગજીત સિંહ અચૂક યાદ આવે.આજે આ ગઝલ સમ્રાટ હયાત 77મો જન્મદિવસ મનાવી રહ્યા હોત.
ગઝલ કિંગના ઉપનામથી પ્રખર બનેલા જગજીત સિંહ તેમના કંઠને લીધે આજે પણ લોકહ્રદય સમ્રાટ છે.તેમની સાથે જોડાયેલી કેટલીક વાતો તમે પણ નહીં સાંભળી હોય.
- 2003માં ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત થયેલ જગજીત સિંહનો જન્મ 8 ફેબ્રુઆરી 1941ના રોજ બીકાનેરમાં થયો હતો.
- જન્મ સમયે તેમનુ નામ જગજીવન સિંહ હતુ.તેમને સરકારી શાળા અને ખાલસા કોલેજથી અભ્યાસ કર્યો હતો.તેમના પિતા ઈચ્છતા હતા કે જગજીત સિંહ એક એંજિનિયર બને.
- અભ્યાસ પછી જગજીત સિંહે ઓલ ઈંડિયા રેડિયો જાલંધરમાં એક સિંગર ને મ્યુઝિક ડાયરેક્ટરના રૂપમાં કામ શરૂ કરી દીધુ. ત્યારબાદ કુરુક્ષેત્ર યૂનિવર્સિટી હરિયાણાથી પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ પણ કર્યો. જગજીત સિંહે ગુરૂદ્વારામાં પંડિત છગનલાલ મિશ્રા અને ઉસ્તાદ જમાલ ખાન પાસેથી ક્લાસિકલ સંગીતની શિક્ષા લીધી. તેમની આ ગઝલને સાંભળનાર તેના બાળપણને અચૂક યાદ કરે છે.
ये दौलत भी ले लो ये शोहरत भी ले लो
भले छीन लो मुझसे मेरी जवानी
मगर मुझको लौटा दो बचपन का सावन
वो कागज़ की कश्ती वो बारिश का पानी
मुहल्ले की सबसे निशानी पुरानी
वो बुढ़िया जिसे बच्चे कहते थे नानी
वो नानी की बातों में परियों का डेरा
वो चेहरे की झुरिर्यों में सदियों का फेरा
भुलाए नहीं भूल सकता है कोई
वो छोटी सी रातें वो लम्बी कहानी
कड़ी धूप में अपने घर से निकलना
वो चिड़िया वो बुलबुल वो तितली पकड़ना
वो गुड़िया की शादी में लड़ना झगड़ना
वो झूलों से गिरना वो गिर के सम्भलना
वो पीतल के छल्लों के प्यारे से तोहफ़े
वो टूटी हुई चूड़ियों की निशानी
कभी रेत के ऊँचे टीलों पे जाना
घरौंदे बनाना बनाके मिटाना
वो मासूम चहत की तस्वीर अपनी
वो ख़्वाबों खिलौनों की जागीर अपनी
न दुनिया का ग़म था न रिश्तों के बंधन
बड़ी खूबसूरत थी वो ज़िंदगानी
- માર્ચ 1965માં જગજીત સિંહ પોતાના પરિવારને બતાવ્યા વગર જ મુંબઈ આવતા રહ્યા હતા અને સ્ટ્રગલ શરૂ કર્યો હતો. મુંબઈમાં જગજીત સિંહની મુલાકાત એક બંગાળી ચિત્રા દત્તા સાથે થઈ અને બંને 1969માં લગ્નના બંધનમાં બંધાય ગયા અને તેમણે એક પુત્ર વિવેક પણ થયો.
- વો કાગઝ કસ્તી આલ્બમ દ્વારા તેમને વધુ નામના મળી હતી.લોકહ્રદય સમ્રાટ બનેલા જગજીત સિંહને LIVE સાંભળવા એક જીવનનો અમુલ્ય લાહવો હતો.
होंठों से छूलो तुम
मेरा गीत अमर कर दो
बन जाओ मीत मेरे
मेरी प्रीत अमर कर दो
न उमर की सीमा हो
न जनम का हो बंधन
जब प्यार करे कोई
तो देखे केवल मन
नई रीत चलाकर तुम
ये रीत अमर कर दो
होंठों से छूलो तुम ...
जग ने छीना मुझसे
मुझे जो भी लगा प्यारा
सब जीता किये मुझसे
मैं हर दम ही हारा
तुम हार के दिल अपना
मेरी जीत अमर कर दो
होंठों से छूलो तुम ...
आकाश का सूनापन
मेरे तनहा मन में
पायल छनकाती तुम
आजाओ जीवन में
साँसें देकर अपनी
संगीत अमर कर दो
होंठों से छूलो तुम ...
- વર્ષ 1976માં જગજીત સિંહ અને ચિત્રાનો આલ્બમ 'The Unforgettable' રજુ થયો. જેને ઘણી પ્રશંસા મળી. જેને કારણે બંને કપલ સ્ટાર બની ગયા હતા. આ આલ્બમનુ ગીત બાત નીકલેગી ખૂબ પસંદ કરવામાં આવ્યુ હતુ અને આજે પણ એક સુપર હિટ ગઝલ છે.
-વર્ષ 2011માં જગજીત સિંહને યૂકેમાં ગુલામ અલી સાથે પરફોર્મ કરવાનુ હતુ પણ cerebral hemorrhageને કારણે તેમને 23 સપ્ટેમ્બર 2011ના રોજ મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિસ્થિતિ બગડતી ગઈ. જગજીત સિંહ કોમામાં જતા રહ્યા અને 10 ઓક્ટોબરના રોજ જગજીત સિંહે અંતિમ શ્વાસ લીધા.