વર્ષો પહેલા બનેલી જીથરો ભાભોદેશ રે જોયા દાદા પરદેશદીકરી તો પારકી થાપણ કહેવાય ને કાન્સ ફેસ્ટિવલમાટે પસંદગી પામેલ ભવની ભવાઈ ફિલ્મો બાદ ફરી એક વાર ગુજરાતી સિનેમાનો સુવર્ણકાળ શરુ થયો છે.
ઓહો...હો...હો ફેમ રમેશ મેહતાઉપેન્દ્ર ત્રિવેદી અને બીજા કેટલાય રંગભૂમિ સાથે જોડાયેલા લોકો આજે જો હૈયાત હોત આજની ગુજરાતી ફિલ્મોમાં કામ કરતા જુવાનિયાઓને જોઈને જરૂર પીઠ થબથબાવેત.
હજુ તાજી-તાજી રિલીઝ થયેલ છેલ્લો દિવસWrong Side Rajuઅને ગણતરીના દિવસો પહેલા જ આવેલી Love Ni Bhavai દર્શકોનાં માનસપટ પર ખાસ સ્થાન પામી છે.
જયારે તમને કોઈ ગમવા લાગે ત્યારે બધું જ ગમવા લાગેજેવા સંવાદો દરેક પળે યાદ રહી જાય તેવા છેઅંતરા અને સાગરના સંવાદો અને દીવના દરિયા કાંઠે માણવા મળતા માં ના થેપલા વચ્ચે ગૂંથાતી લાગણીઓ દરેક દર્શકને પોતાના જુના સંસ્મરણો તરફ દોરી જાય છે.
પાત્રની ભજવણી ગીતના શબ્દો અને પ્રેમમાં કોઇપણ આછકલાઈ વગર અભિવ્યક્ત થઇ જવાની મજા આ ફિલ્મમાં આબેહુપ રીતે આલેખાઈ છે.
જિંદગી પણ આવી જ હોય છે મિત્રો ક્યારેક તકલીફ આવી ચડે તો ક્યારેક કોઈ કપરી પરિસ્થતિ પણ આવી ચડે આ તમામ આંટાઘૂંટી વચ્ચે જિંદગીને જમાવટથી જીવવાનો અંદાજ માનવીને વધુ કામ લાગતો હોય છે. અને એમાં પણ કોઈના પ્રેમમાં પડ્યા પછી થતી અનુભૂતિઓનું ભાવજગત વ્યક્તિની જિંદગીને મેઘ ધનુષ્યનું સ્વરુપ આપે છે. જોકે એક વાત તો fix છે કે કોઇ છોકરીને પ્રપોઝ કરવા માંટે વપરાતું પીળા કે લાલ રંગના ગુલાબની જગ્યા માં એ બનાવેલા થેપલાં લે તો કાંઇ નક્કિ નહી.
અંતે એક પંક્તિ યાદ આવે છે.....
“ તમે ક્યારેય પ્રેમમાં પડ્યા છો...?
કોઇના વિરહમાં રાત આખી રડ્યા છો...?”
કવન આચાર્ય VTV News Websiteનાં કોપી એડિટર પણ છે. ( નોંધ: ઉપરોક્ત વિચારો લેખકના વ્યક્તિગત અભિપ્રાય છે.)