TVS XL100 ટુ-વ્હીલરની કિંમત માત્ર 45,000 રૂપિયા છે અને તે 80 કિલોમીટર સુધીની એવરેજ આપી શકે છે.
વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની ભારતની
વિશ્વના સૌથી મોટા ટુ-વ્હીલર માર્કેટમાં ભારતની ગણના ટોચના સ્થાને
TVS XL100 કિંમત અને એવરેજમાં છે બેસ્ટ
વિશ્વના સૌથી મોટા ટુ-વ્હીલર માર્કેટમાં ભારતની ગણના ટોચના સ્થાને થાય છે. વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની પણ ભારતની છે. ભારતની આ બજારમાંથી દર મહિને લાખોની કિંમતની બાઈકનું વેચાણ થાય છે. લોકો પર્શનલ પરિવહન માટે આજે પણ બાઇક તથા સ્કુટરને પસંદ કરી રહ્યા છે. ભારતીય આ બાઇક બજારમાં ભાવ વધુ મહત્વ રાખે છે. જેમાં ખાસ બાઇકની કિંમત અને પેટ્રોલ તથા તેના રેગ્યુલર ખર્ચ સૌપ્રથમ જોવામાં આવે છે. ત્યારે આજે કિંમતમાં અને પેટ્રોલ સહિતની તમામ બાબતે સસ્તી ટુ-વ્હીલર વિશે જાણો આ અહેવાલમાં!
80 કિલોમીટર પ્રતિ લીટરથી વધુની માઈલેજ આપી શકે છે
અહીં TVS XL100 વિશે વાત કરવામાં આવી રહી છે. આ ટુ-વ્હીલરની કિંમત માત્ર 45,000 રૂપિયા છે અને તે 80 કિલોમીટર સુધીની એવરેજ આપી શકે છે. TVS XL100 એક મોપેડ છે, જે તમને સામાન લોડ કર્યા પછી પણ સરળતાથી પરિવહન કરાવી શકે છે. એન્જિન વાત કરવામાં આવે તો TVS XL100માં 99.7 cc પેટ્રોલ એન્જિન છે, જે 4.4bhp પાવર જનરેટ કરે છે. TVS XL100 વજનમાં એકદમ હલકું છે. જે 89 કિલો વજન ધરાવે છે અને તે 80 કિલોમીટર પ્રતિ લીટરથી વધુની માઈલેજ આપી શકે છે.
ટોપ વેરિઅન્ટની કિંમત 59,695 રૂપિયા સુધીની કિંમત
આ મોપેડમાં કિક સ્ટાર્ટ અને સેલ્ફ સ્ટાર્ટ એમ બે પ્રકારની સુવિધા છે. સેલ્ફ સ્ટાર્ટ વેરિઅન્ટ કિંમત 44,999 થી ટોપ વેરિઅન્ટની કિંમત 59,695 રૂપિયા સુધીની છે. જે ડ્રમ બ્રેક, એનાલોગ સ્ટાઈલ સ્પીડોમીટર, ફ્યુઅલ ગેજ હોય છે સાથે આગળ એક કેરિયર પણ છે, જેના પર તમે સામાન પણ લોડ થઈ શકે છે.