બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 09:25 PM, 11 April 2024
લોકશાહી હોય ત્યાં શાસક પક્ષ જેટલો જ જરૂરી છે વિરોધ પક્ષ. હવે મુશ્કેલી ત્યારે ઉભી થાય કે જ્યારે વિરોધ પક્ષ ન હોવા બરાબર થઈ જાય. પક્ષની દ્રષ્ટિએ બ્રાન્ડ કહી શકાય એવા કોંગ્રેસ માટે તો અત્યારે આવી જ સ્થિતિ ઉભી થઈ છે. કોંગ્રેસમાંથી લોકો જઈ રહ્યા છે તે મુદ્દો ઉપસ્થિત કરવા કરતા હવે તો મુદ્દો એ છે કે એવા નેતા, પ્રવક્તા કોંગ્રેસ છોડી રહ્યા છે જે સત્તાપક્ષ સામે બોલકો વિરોધ કરતા હતા. આ એવા નેતાઓ હતા જેમના વિરોધનું કંઈ નહીં તો ટીવી ડિબેટમાં તો વજન પડતું હતું. હવે એવા જ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જતા રહ્યા. તાજેતરના જ તમામ નામ ગુજરાત કે રાષ્ટ્રીય સ્તરે એવા નેતાઓના જ છે જે ભાજપ સામે ધારદાર અને આક્રમક વિરોધ કરી શકતા હતા પણ હવે તેમનો વિરોધ મૌન થઈ જશે કારણ કે તેઓ કેસરિયો ખેસ પહેરી ચુક્યા છે. પ્રદેશ કક્ષાએ અર્જુન મોઢવાડિયા, સી.જે.ચાવડા કે અંબરીષ ડેર અને પ્રવક્તાના સ્તરે ગૌરવ વલ્લભ કે રોહન ગુપ્તા આ તમામ કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યા. સવાલ એ છે કે વ્યાજબી અને મુદ્દાસર વિરોધ કરનારો અને સત્તાપક્ષનો કાન આમળનારો કોઈ અવાજ જ નહીં રહે તો લોકશાહીની દ્રષ્ટિએ એ સ્થિતિ સારી કહેવાય ખરી? જે નેતાઓ ભાજપ સામે બોલનારા હતા એ નેતાઓ કોંગ્રેસ કેમ છોડી રહ્યા છે, કોંગ્રેસમાં ન ફાવવા પાછળના કારણો શું છે?. ભાજપ સામે બોલનારા હવે ભાજપ માટે બોલે તો કઈ રીતે બોલે?
ADVERTISEMENT
ADVERTISEMENT
નેતાઓ કોંગ્રેસ કેમ છોડી રહ્યાં છે ?
કોંગ્રેસના મોટા નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. કોંગ્રેસના એવા નેતાઓ પક્ષ છોડે છે જે ભાજપ સામે બોલતા હતા. પક્ષની વાત આક્રમક રીતે રજૂ કરનારા નેતા કોંગ્રેસ છોડે છે. ભાજપની આક્રમક શબ્દોમાં ટીકા કરનારા જ પક્ષનો સાથ છોડે છે. કોંગ્રેસના નેતા, પ્રવક્તા પક્ષનો સાથ છોડીને ગયા છે. જે પક્ષનો ચહેરો હતા તેમણે જ પક્ષનો સાથ છોડ્યો છે. કોંગ્રેસના નેતા, પ્રવક્તાઓને કોંગ્રેસથી મોહભંગ કેમ થઈ રહ્યો છે?
ભાજપ સામે બોલનારા પ્રવક્તાઓએ છોડી કોંગ્રેસ
ભાજપ સામે બોલનારા નેતા જે કોંગ્રેસ છોડી ગયા
વાંચવા જેવું: લોકસભા ચૂંટણી પહેલાં સોમા પટેલે ફરી છોડી કોંગ્રેસ, કારણ આપી રાજીનામું ધર્યું
કોંગ્રેસ છોડવાની રેસ કેમ?
મોટેભાગે આવા આરોપ લાગે છે કે, કોંગ્રેસ જનાધાર ગુમાવી રહી છે. કોંગ્રેસને માત્ર ટીકા કરવામાં જ રસ છે. કોંગ્રેસ દ્વારા સતત અપમાન કરવામાં આવે છે. ટોચની નેતાગીરીને જનતાના મુદ્દામાં કોઈ રસ નથી. કોંગ્રેસમાં એકહથ્થું શાસન ચાલે છે. ટોચના નેતાઓ A.C.ચેમ્બરમાંથી બહાર નિકળતા નથી. રામમંદિરનો વિરોધ કોંગ્રેસની ભૂલ છે. કોંગ્રેસ માત્ર ઉદ્યોગપતિઓની ટીકા જ કર્યા છે. ભાજપ પાસે 2047નું વિઝન, કોંગ્રેસ પાસે કોઈ રોડમેપ નથી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.