બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવેથી ઉંમરના હિસાબે મોબાઇલ યુઝ કરવા પર અપાશે એલર્ટ વોર્નિંગ, જાણો કારણથી લઇને મેગા પ્લાન
Last Updated: 12:37 PM, 5 December 2024
મોબાઈલનો વપરાશ પણ સ્વાસ્થ્ય માટે તમાકુના સેવન જેટલું જ હાનિકારક છે આ વાતની ચેતવણી હવે તમારા મોબાઈલ ફોન પર આવશે એવો પ્લાન સ્પેનમાં તૈયાર થઈ હ્યો છે, આ પાછળનું કારણ બાળકોને મોબાઈલથી દૂર રાખવા માટેનું છે.
ADVERTISEMENT
બાળકો માટે બની શકે છે નિયમ
ADVERTISEMENT
સ્પેનમાં એક નવો નિયમ આવી શકે છે જેનો હેતુ બાળકોના મોબાઇલના વપરાશને કંટ્રોલ કરવાનો છે. આ કાયદાને અમલમાં મૂકવા મટે 50 લોકોની એક કમિટી તૈયાર કરવામાં આવી છે.
ઉંમરના હિસાબે નિયમ
આ કમિટીમાં 13 વર્ષ સુધીના બાળકો માટે ડિજિટલ ડિવાઈઝના ઉપયોગ પર કંટ્રોલ કરવાની સલાહ આપવામાં આવી છે. રિપોર્ટમાં કમિટીએ જણાવ્યું છે કે 3 વર્ષ સુધીના બાળકોને કોઈ પણ ડિજિટલ ડિવાઇસના આપવું જોઈએ. આ પછી 6 વર્ષ સુધીના બાળકોને ત્યારે આપવું જોઈએ જ્યારે તેની જરૂરત હોય, ત્યારબાદ 6-12 વર્ષના બાળકોને ઈન્ટરનેટ વગરના ફોન આપવાની સલાહ આપી છે અને બાળકોને આઉટડૉર ગેમ્સ રમવાની સલાહ અપાઈ છે.
વધુ વાંચો: ગ્રીન ટી કે આદુની ચા? જાણો કયું ડ્રિંક તમારા હેલ્થ માટે છે સૌથી વધારે બેસ્ટ
એપ્સને લઈને પણ નિયમો
રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયાના વપરાશ દરમિયાન પણ સ્વાસ્થ્યને લગતી ચેતવણી બતાવવી જરૂરી છે. જેના માટે એપને ખોલતાની સાથે જ કે પછી વચ્ચે વોર્નિંગનું પૉપઅપ આપવાની સલાહ આપવામાં આવી છે. જો કે આ કાયદો ક્યારથી અમલમાં આવશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટીકરણ થયું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT