બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Video: ગાડીઓ તણાઇ, અનેક લાપતા, સ્પેનમાં પૂરે તબાહી મચાવતા ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ

આફત / Video: ગાડીઓ તણાઇ, અનેક લાપતા, સ્પેનમાં પૂરે તબાહી મચાવતા ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ

Last Updated: 11:42 AM, 30 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્પેનમાં આવેલા ભારે પૂરના કારણે ભયંકર તબાહી મચી ગઈ છે, ચારેબાજુ પાણી જ પાણી છે. માહિતી અનુસાર, પૂરના કારણે 7 લોકો લાપતા થયા છે. પૂરના ભયંકર દ્રશ્યો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે.

સ્પેનના પૂર્વ વિસ્તાર વેલેન્સિયામાં મુશળધાર વરસાદને કારણે ચારેબાજુ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સ્પેનમાં સ્થિતિ વણસી રહી છે અને તેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુશળધાર વરસાદે એટલી બધી તબાહી મચાવી છે કે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. એટલું જ નહીં પૂરના કારણે ઇમારતોમાં પણ પાણી ભરાઈ ગયા છે, વાહનો ધોવાઈ ગયા છે અને ઘણા લોકો ગુમ થયા છે.

સ્પેનિશ સરકારે આપેલી માહિતી અનુસાર, મુશળધાર વરસાદને કારણે આવેલા અચાનક પૂર બાદ ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓ દ્વારા અનેક મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. મંગળવારે સ્પેનના પૂર્વ અને દક્ષિણ ભાગોમાં મુશળધાર વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ, જેના કારણે ટ્રેન અને હવાઈ મુસાફરી પણ પ્રભાવિત થઈ. લોકોએ પોતાના સ્માર્ટફોન વડે પૂરના વીડિયો બનાવ્યા, જેમાં પાણી કારોને પોતાની સાથે લઈ જતું જોવા મળે છે અને ઇમારતો પણ પાણીથી ભરેલી જોવા મળે છે.

અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે પૂરના કારણે ઓછામાં ઓછા સાત લોકો ગુમ થયા છે. વેલેન્સિયામાં એક ટ્રક ડ્રાઈવર અને શહેરમાં છ લોકો ગુમ છે. કેસ્ટિલા-લા મંચામાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિ મિલાગ્રોસ ટોલને જણાવ્યું કે ડ્રોનની મદદથી ઇમરજન્સી સેવા કર્મીઓ લેતુરમાં ગુમ થયેલા લોકોને શોધવા માટે આખી રાત કામ કરશે. આ લોકોને શોધવા એ અમારી પ્રાથમિકતા છે.

સ્પેનની કેન્દ્ર સરકારે કટોકટી સમિતિની રચના કરી છે જે વાવાઝોડાને કેવી રીતે પ્રતિક્રિયા આપવી તે અંગે ચર્ચા કરવા માટે ગયા મંગળવારે પ્રથમ વખત મળી હતી. વડા પ્રધાન પેડ્રો સાંચેઝે ટ્વિટર પર લખ્યું કે, "હું ગુમ થયેલા લોકોના અહેવાલો અને તાજેતરના કલાકોમાં તોફાનને કારણે થયેલા નુકસાનના અહેવાલો પર નજર રાખી રહ્યો છું." તેમણે લોકોને અધિકારીઓની સલાહને અનુસરવા વિનંતી કરી. તેમણે કહ્યું, "તમે બધા સાવચેત રહો અને બિનજરૂરી પ્રવાસો ટાળો."

વેલેન્સિયા સિટી હોલે જણાવ્યું કે બુધવારે તમામ સ્કુલ અને રમતગમતના કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે અને પાર્ક પણ બંધ રહેશે. સ્પેનિશ એરપોર્ટ ઓપરેટર એનાએ જણાવ્યું કે ભારે વરસાદ અને ભારે પવનને કારણે વેલેન્સિયા એરપોર્ટ પર ઉતરતી 12 ફ્લાઈટને સ્પેનના અન્ય શહેરો તરફ દાય્વાર્ત કરી દેવામાં આવી. અન્ય 10 ફ્લાઇટ્સ કે જે એરપોર્ટ પરથી ઉપડવાની અથવા આવવાની હતી તે કેન્સલ કરી દેવામાં આવી છે.

PROMOTIONAL 11

રાષ્ટ્રીય રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓપરેટર ADIF એ જણાવ્યું કે તેણે વેલેન્સિયા પ્રદેશમાં જ્યાં સુધી મુસાફરોની સલામતી માટે પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તમામ રેલ સેવાઓ સ્થગિત કરી દીધી છે. મેડ્રિડથી અંદાલુસિયા જઈ રહેલી હાઈસ્પીડ ટ્રેન 276 મુસાફરોને લઈને પાટા પરથી ઉતરી ગઈ હતી પરંતુ રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈને નુકસાન થયું નથી.

આ પણ વાંચો: આર્જેન્ટિનામાં 10 માળની હોટલ ધરાશાયી, એકનું મોત અનેક લોકો ફસાયાની આશંકા

રાજ્યની હવામાન એજન્સી AEMET એ વેલેન્સિયામાં રેડ એલર્ટ અને એન્ડાલુસિયામાં હાઈ એલર્ટ જારી કર્યું છે. પૂરના કારણે બંને વિસ્તારના ઘણા રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે મેડ્રિડ અને વેલેન્સિયા શહેર વચ્ચેની હાઇ-સ્પીડ ટ્રેનો તોફાનની અસરને કારણે બુધવારે ઓછામાં ઓછા સવારે 10 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Valencia Flood Spain Hellish Floods International News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ