અમેરિકાએ સર્જ્યો રેકોર્ડબ્રેક, સ્પેસએક્સે લોન્ચ કર્યા એક સાથે 64 ઉપગ્રહ

By : admin 11:52 AM, 04 December 2018 | Updated : 07:45 PM, 04 December 2018
સ્પેસએક્સે ફાલ્કન 9 રોકેટની મદદથી એક સાથે 64 ઉપગ્રહો લોન્ચ કર્યા છે. અમેરિકાને માટે આ એક નવો રેકોર્ડ છે. અમેરિકી અરબપતિ એલન મસ્કની કંપનીએ ઉપગ્રહોનાં લોન્ચિંગમાં સોમવારનાં રોજ નવું કીર્તિમાન સ્થાપિત કરતા ત્રીજી વાર પુનઃચક્રિત (રીસાઇકિલ્ડ) બૂસ્ટરનો ઉપયોગ કરીને રોકેટ લોન્ચ કર્યું.

મસ્કની કંપનીએ લોન્ચિંગ માટે એક જ રોકેટનો વારંવાર ઉપયોગ કરવાની દિશામાં કામ કરી રહેલ છે. કેલિફોર્નિયાની કંપની સ્પેસએક્સે આવાં 30થી વધારે બૂસ્ટર ધરતી પર પરત બોલાવ્યાં છે અને હવે તેનો પુનઃપ્રયોગ કરી રહેલ છે. અતીતમાં કંપનીઓએ લાખો/કરોડોનાં ખર્ચે બનેલ રોકેટનાં પાર્ટ્સને એમ જ દરિયામાં કચરાની જેમ બેકાર થઇ જવા દેતી હતી.
 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story