બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / VIDEO :7000 કિમીની સ્પીડથી વાયુમંડળ પાર કરી રહ્યું યાન, સ્પેસમાંથી શુભાંશુએ આપ્યો 'મસ્ત મેસેજ'

અવકાશમાં ભારત / VIDEO :7000 કિમીની સ્પીડથી વાયુમંડળ પાર કરી રહ્યું યાન, સ્પેસમાંથી શુભાંશુએ આપ્યો 'મસ્ત મેસેજ'

Last Updated: 12:52 PM, 25 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાને લઈને અવકાશયાન ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરફ રવાના થયું છે.

ભારતના શુભાંશુ શુક્લા અને 3 અવકાશયાત્રીઓને લઈને ડ્રેગન સ્પેસએક્સ અવકાશયાન ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરફ રવાના થયું છે. શુભાંશુને લઈ જતું અવકાશયાન 7000 કિમી પ્રતિ ઝડપે વાયુમંડળને પાર કરીને સીધો ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો રસ્તો પકડ્યો હતો.

શુભાંશુએ અવકાશમાંથી શું મેસેજ આપ્યો

એક્સિઓમ-4 મિશનના લોન્ચ પછી, શુભાંશુ શુક્લાએ અવકાશમાંથી પહેલો સંદેશ મોકલ્યો છે. તેમણે કહ્યું, "41 વર્ષ પછી આપણે અવકાશમાં પાછા પહોંચ્યા છીએ અને તે એક અદ્ભુત સવારી હતી. અત્યારે અમે પૃથ્વીની આસપાસ 7.5 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ફરતા હોઈએ છીએ અને મારા ખભા પર મારો ત્રિરંગો છે.

ISS પર શું કરશે નવા ચાર અવકાશયાત્રીઓ

પંદર દિવસના આ મિશનમાં એક્સિઓમ-4 મિશનના ચાર સભ્યોની ટીમ 60 વૈજ્ઞાનિક પ્રયોગો કરશે, જેમાંથી સાત ભારતીય સંશોધકો દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે.ગ્રુપ કેપ્ટન શુક્લા અવકાશ-થી-પૃથ્વી આઉટરીચ કાર્યક્રમમાં ભાગ લેશે અને અવકાશમાંથી એક VIP સાથે વાર્તાલાપ કરશે.

એક્સિઓમ 4 મિશનમાં કોણ કોણ છે

ભારતના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા એક્સિઓમ 4 મિશનના પાયલોટ છે તેમની સાથે નાસાના ભૂતપૂર્વ અવકાશયાત્રી પેગી વ્હિટસન,પોલેન્ડના સ્લેવોઝ ઉઝનાન્સ્કી-વિસ્નીવસ્કી અને હંગેરીના ટિબોર કાપુ સામેલ છે.

વધુ વાંચો : VIDEO :ભારતના શુભાંશુ શુક્લાએ ઈતિહાસ રચ્યો, સ્પેસમાં ઉડાણ ભરી, જાણો ક્યારે પહોંચશે ISS પર?

આઈએસએસ પૃથ્વીથી કેટલે ઉપર છે

ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર 400 કિમી ઉપર રહીને પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. શુભાંશુનું અવકાશયાન ગુરુવારે સાંજના 4.30 વાગ્યે ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર સાથે જોડાઈ જશે, તે 28 કલાકની મુસાફરી બાદ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SpaceX Crew Dragon Shubhanshu flight Shubhanshu Shukla Axiom Mission Shubhanshu Shukla
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ