SpaceX astronauts arrive at International Space Station
મિશન /
મોટી સફળતાઃ 27 કલાકમાં સ્પેસ સ્ટેશન પહોંચ્યાં ચાર અંતરિક્ષ યાત્રી
Team VTV09:22 AM, 18 Nov 20
| Updated: 09:23 AM, 18 Nov 20
સ્પેસએક્સ (SpaceX)ના લોન્ચ કરેલા નવીનત્તમ ડ્રેગન કેપ્સૂલમાં 4 અંતરિક્ષ યાત્રી 27 કલાકની મુસાફરી પુરી કરી સોમવારે મોડી રાત્રે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (IAS) પહોંચી ગયા છે. તેઓ આવનારા 6 મહિના સુધી ત્યાં રહેશે. સ્પેસએક્સ માટે અંતરિક્ષ યાત્રીઓ IAS પહોંચાડવાનું આ બીજુ મિશન છે. પરંતુ આ પહેલી વખત છે જ્યારે અલન મસ્કની કંપનીએ છ મહીના માટે અંતરિક્ષ યાત્રીઓને IAS મોકલ્યાં છે.
રિપોર્ટ મુજબ સંપુર્ણ રીતે ઑટોમેટેડ ઉડાનથી હૉપ્કિંસની સાથે વિકટર ગ્લોવર, શેનૉન વૉકર અને જાપાનના સોઇચી નુગુચી IAS પહોંચ્યાં. વિક્ટર ગ્લોવર પહેલા અશ્વેત અંતરિક્ષ યાત્રી છે જે આટલા લાંબા સમય સુધી અંતરિક્ષ મિશન પર ગયા છે.
આ વર્ષે કોરોના મહામારી જેવી બિમારીઓના પડકારને જોતા સ્પેસએક્સના આ કેપ્સૂલને રેજિલિએન્સ નામ આપવામાં આવ્યું. જ્યારે અ પહેલા ડ્રેગન કમાંડર માઇક હૉપ્કિંસે જ્યારે IASથી પહેલા રેડિયો સંપર્ક કર્યો ત્યારે ત્યાં ઉપસ્થિતિ અમેરિકાની મહિલા અંતરિક્ષયાત્રી કેટ રુબિન્સે કહ્યું, વાહ, એક સુંદર અવાજ સાંભળવા મળ્યો. અમે તમારી રાહ જોઇ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે અંતરિક્ષના રહસ્યો પરથી પડદો ઉઠાવવા માટે સ્પેસએક્સ (SpaceX) કેપ્સૂલ ચાર અંતરિક્ષ યાત્રીઓને લઇને રવાના થયું હતું. કેપ્સૂલને રવિવારના રોજ ફલોરિડાના કેનેડી સ્પેસ સેંટર પરથી સફળતાપૂર્વક લોંચ કરવામાં આવ્યું હતું. આ અંગે અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ટ્વિટ કરી આ અંગેની જાણકારી આપી હતી.
એક જાપાની યાત્રી
આ મિશનમાં ચાર અંતરિક્ષ યાત્રીઓ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (International Space Station-ISS) મોકલવામાં આવ્યાં છે. જેમાંથી ત્રણ નાસાના અને એક જાપાની અંતરિક્ષ એજન્સી જૈકસાનો યાત્રી સામેલ છે. ઉલ્લેખનીય છે કે સ્પેસએક્સ અલન મસ્કની કંપની છે, જે નાસાના અંતરિક્ષ યાત્રીઓને સ્પેસ લઇ જવાનું કામ કરી રહી છે.