બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / શું અંતરિક્ષમાં સુનીતા વિલિયમ્સ મુશ્કેલીમાં મુકાઇ! સામે આવી ગઇ આ ચોંકાવનારી ચીજ
Last Updated: 02:21 PM, 11 June 2024
નાસાની ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર સવાર અન્ય આઠ ક્રૂ મેમ્બર્સ સામે મોટી મુશ્કેલી ઉભી થઇ છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની અંદર એક સ્પેસ બગ છુપાયેલો મળી આવ્યો છે.
ADVERTISEMENT
આ સ્પેસબગે દવાઓ સામે પ્રતિરોધ પણ વિકસિત કરી લીધો છે
વૈજ્ઞાનિકોને એન્ટરોબેક્ટર બુગાન્ડેન્સીસ નામના ખૂબ જ શક્તિશાળી બેક્ટેરિયમની માહિતી મળી છે. જે સ્પેસ સ્ટેશનના બંધ વાતાવરણમાં વિકસિત થયું છે. તે વધુને વધુ શક્તિશાળી બની રહ્યું છે. તેણે દવાઓ સામે પ્રતિરોધ પણ વિકસિત કરી લીધો છે..જેના કારણે તેને 'સુપરબગ' કહેવામાં આવી રહ્યો છે. આ વાયરસ માણસની શ્વસન પ્રણાલિને સંક્રમિત કરે છે.
ADVERTISEMENT
કોઇ બહારની દુનિયામાંથી નથી આવ્યો આ સ્પેસબગ
અહીં એ જાણવું અગત્યનું છે કે સ્પેસબગ્સ કોઇ બહારની દુનિયામાંથી નથી આવ્યો પરંતુ એ બગ છે જે ISS ( ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન) પર કામ કરવા જવા દરમ્યાન અવકાશયાત્રીઓની સાથે જ છુપાઇને પહોંચે છે. સુનીતા વિલિયમ્સ અને સાથી અવકાશયાત્રી બેરી યુજેન બુચ બિલમોર 6 જૂન, 2024ના રોજ નવા બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનમાં સવાર થઈને ISS પર પહોંચ્યા હતા. સુનિતા વિલિયમ્સ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર એક અઠવાડિયાથી વધુ સમય રહે તેવી શક્યતા છે. જ્યાં તેઓ તેમણે ડિઝાઇન કરેલા અવકાશયાનનું પરીક્ષણ કર્યા પછી પૃથ્વી પર પાછા ફરશે.
સામાન્ય રીતે અવકાશ ભંગાર અને ધૂમકેતૂ હતા મુસીબત
ક્રૂના અન્ય સાત સભ્યો લાંબા સમયથી આઇએસએસ પર રહી રહ્યા છે. સામાન્ય રીતે અવકાશયાત્રીઓ માટે અવકાશ ભંગાર અને નાના ધૂમકેતુઓ જોખમરૂપ હોય છે, પરંતુ હવે આ સ્પેસબગ નવી મુસીબત બન્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.