અટકળ /
કોરોના વાયરસઃ એક વધુ રેટિંગ એજન્સીએ ઘટાડ્યું ભારતના GDP ગ્રોથનું અનુમાન
Team VTV12:37 PM, 18 Mar 20
| Updated: 12:43 PM, 18 Mar 20
કોરોના વાયરસનું સંકટ હવે લોકોની સાથે દુનિયાની ઇકોનોમી પર જોવા મળી રહી છે ત્યારે રેટિંગ એજન્સી એસએન્ડપી (S&P) એ ભારતના GDP ગ્રોથનું અનુમાન ઘટાડીને જણાવ્યું છે કે 2020માં 5.2 ટકા જ રહેશે. આ અગાઉ રેટિંગ એજન્સીએ 5.7 ટકા ગ્રોથનું અનુમાન લગાવ્યું હતું.
કોરોના સંકટની દુનિયાની ઇકોનોમી પર વિપરિત અસર
S&P એ ભારતનો GDP ગ્રોથનું અનુમાન ઘટાડ્યું
આ અગાઉ 5.7 ગ્રોથનું અનુમાન કર્યું હતું
દુનિયા ભરની અર્થવ્યવસ્થા પર કોરોનાની અસરને નજરમાં રાખતાં હવે રેટિંગ એજન્સી S&P એ પણ વર્ષ 2020 માટે ભારતના GDP ગ્રોથનું અનુમાન ઘણુ ઘટાડ્યું છે.
S&P ગ્લોબલ રેટિંગ્સે 2020માં ભારતના વૈશ્વિક આર્થિક વિકાસના દરનું અનુમાન ઘટાડીને 5.2 ટકા કરી દીધુ છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા રેટિંગ એજન્સી મૂડીઝે પણ ભારતના GDP ગ્રોથ અનુમાનને ઘટાડી દીધો છે.
વૈશ્વિક મંદીની આશંકા
S&P એ જણાવ્યું છે કે કોરોના વાયરસના વધતાં ખતરા વચ્ચે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી તરફ જઇ રહી હોવાનું જોવા મળી રહ્યું છે. આ અગાઉ એજન્સીએ 2020માં ભારતમાં 5.7 ટકા દરથી વિકાસ થવાનું અનુમાન લગાવ્યું હતું. જો કે ન્યૂઝ એજન્સી પીટીઆઇના જણાવ્યાં અનુસાર S&P એ એક નિવેદનમાં જણાવ્યું કે દુનિયા મંદીના સમયગાળામાં પ્રવેશ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ ભારત તેમજ દુનિયા સામે મોટો પડકાર બની રહ્યું છે. કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે અને હવે ભારતમાં તેની સંખ્યા 148 સુધી પહોંચી ગઇ છે. જેમાં 24 વિદેશી છે, જ્યારે ત્રણ લોકોના મોત નિપજ્યાં છે.
શું કહ્યું રેટિંગ એજન્સીએ..
S&P ગ્લોબલ રેટિંગ્સમાં એશિયા માટે પ્રમુખ અર્થશાસ્ત્રી શૉન રોશે કહ્યું કે ચીનમાં પહેલા ત્રણ મહિનામાં મોટો ઝટકો, અમેરિકા અને યૂરોપમાં શટડાઉન અને સ્થાનિક વાયર સંક્રમણના કારણે એશિયા-પ્રશાંતમાં મંદીનો માહોલ ઉભો થશે.